________________
પરિચ્છેદ
શિહાચળ માહાત્મય-અધિકાર.
ઉપ
બી નાભી રાજાના પુત્ર શ્રી રાષભદેવ ભગવાનને વંદના કરવાથી મિથ્યાત્વરૂપી વિષને ઉદગાર ટુંકે થઈ જાય છે અને સમ્યમ્ દષ્ટિરૂપી અમૃતના રસને ઉદ્દગા૨ લાંબા થઈ જાય છે. ૭
શ્રી શત્રુંજયનું પ્રમાણ
वसन्ततिलका. शत्रुञ्जयाद्रिरयमादियुगे गरीयान् , आसीदसीमसुकृतोदयराशिरेव । आदीयमानसुकृतः किल भव्यलोकैः,
काले कलौ भजति सम्पति दुर्बलत्वम् ॥ ८॥ * આ શત્રુંજય પર્વત આદિ યુગને વિષે અનત સુકૃતેના ઉદયને અતિ મહાન રાશિ-ઢગ હતું, પછી ભવ્ય છએ તેમાંથી સુકૃતેને ગ્રહણ કરવા માંડયા, તેથી આ કલિયુગને વિશે હાલ તે દુર્બલ પણને પ્રાપ્ત થયેલ છે. ૮
મનુષ્ય જન્મ તથા પ્રાપ્ત થયેલ વૈભવની
સફળતા કેમ થાય?
આર્યા. (થી ૧૧) एवं जम्मस्त फलं, सारं विहवस्स इति चेव ।
जं अधिज्जइ गंतुं, सित्तुंजे रिसइति त्ययरो ॥९॥ શત્રુંજય ગિરિ પર જઈને શ્રી રાષભદેવ તીર્થકરની પૂજા કરવી તેજ મનુષ્ય જન્મનું ફળ છે અને પ્રાપ્ત થયેલા વૈભવને સાર પણ તેજ છે. ૯
તપયુક્ત યાત્રાનું ફળ. छटेणं भवेणं अपाणएणं तु सत्त जचाओ ।
ओ कुणइ सित्तुंजे सो तइअभवे लहइ सिद्धिम् ॥ १० ॥ જ પૂર્વે શત્રુંજય પર્વતની જે ઊંચાઈ હતી, તે હાલ ઓછી છે, તે ઉપર કવિએ આ અલંકારી કલ્પના કરેલી છે.