SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ vvvvvvvvvvvvvv અનિત્ય છે, અને આત્મા અવિનાશી છે, તે રૂપી ચિંતનની પરિણતિ, તેણે કરીને જેને અભિપ્રાય પવિત્ર છે એવા તમે ભક્તિ એટલે એકાગ્ર ચિત્તવૃત્તિરૂપ આરાધ્યતાની પરિણતિ, અને શ્રદ્ધાન એટલે ચિત્તની પ્રસન્નતા, તે પૂર્વક જિન મતમાં પરમ આસ્તિક્ય, તે રૂપી કેશર સાથે મિશ્રિત ચંદને બ્રહ્મચર્ય રક્ષણના નવ અંગ-ઉપાયે ને વિષે પૂજા કરતા, નિર્વિકાર આત્મવિભાવરૂપ દેવને પૂજો. ૧-૨ પ્રભુના અંગમાં કેવી જાતની પુષ્પ માળા તથા વસ્ત્ર આભૂષણે ધરાવવાં જોઈએ? क्षमापुष्पनजं धर्मयुग्मक्षौमद्वयं तथा । ध्यानाभरणसारं च, तदङ्गे विनिवेशय ॥ ३ ॥ શબ્દાર્થ—ક્ષમારૂપી પુષ્પને હાર, બે ધર્મરૂપી બે વસ્ત્ર અને ધ્યાનરૂપી શ્રેષ્ઠ આભરણ, તે પ્રભુના અંગે સ્થાપે. વિવેચન–ક્ષમા એટલે કે ત્યાગની પરિણતિ, તે રૂપી સુગંધી પુષ્પની માળા, ધર્મ એટલે શ્રુત, ચારિત્રરૂપ અથવા દેશ વિરતિ, સર્વવિરતિરૂપ, અથવા નિશ્ચય, વ્યવહારરૂપ, તેનું યુગ્મ, તે રૂપી બે વચ્ચે અને ધર્મ અને શુકલ ધ્યાનરૂપ શ્રેષ્ઠ અલંકાર, પૂર્વોક્ત શુદ્ધાત્મ દેવના શરીર ઉપર વિશિષ્ટ વિધિએ રચે-સ્થાપે. ૩. પ્રભુ આગળ અષ્ટમંગળ લખી કેવી રીતનો ધૂપ કરવો? मदस्थानभिदात्यागैलिखाग्रे चाष्टमङ्गलीम् । ज्ञानानो शुभसङ्कल्पकाकतुण्डं च धूपय ॥४॥ શબ્દાર્થ–મદસ્થાનના પ્રકારના ત્યાગ કરીને તેની સમક્ષ અષ્ટ મગળ રા; અને જ્ઞાનાગ્નિને વિષે શુભ સંકલ્પરૂપ કૃષ્ણગુરૂને ધૂપ કરો. વિવેચન-–મદ એટલે અહંકાર વિશેષ તેના આઠ સ્થાને છે. એટલે કે જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, શ્રતમદ, તપમદ, પ્રભુતામા, અને લાભમદ, તેના પ્રકા ને પરિહાર કરી શુદ્ધાત્મ દેવના મુખા સ્વસ્તિક આદિ અષ્ટ મંગળ રચે, અને નિર્મળ જ્ઞાનરૂપી ધૂમરહિત વહ્નિને વિષે ઉજવળ મરથ રૂપી કૃષ્ણાચરૂને ધૂપ કરે.૪ કેવી જાતનું લવણેતાર કર્મ કરવું? તથા કેવા પ્રકારની આરતિ કરવી? पागधर्म लवणो तारं, धर्मसन्न्यासवह्निना। कुर्वन् पूरय सामर्थ्यराजन्नीराजनाविधिम् ॥५॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy