SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પરિષદ પૂજા-અધિકાર. અંદર જતાં પાક્ષિક તપનું ફળ મળે છે શ્રી જિનેશ્વરનાં દર્શન થતાંજ માપવાસ નું ફળ મળે છે. ૧૩ ભાવ પૂજા. नेत्रोन्मीलिविकाशभावनिवहैरत्यन्तबोधाय वै, वा गन्धाक्षतपुष्पदामचरुकैः सद्दीपधूपैः फलैः । यश्चिन्तामणिशुद्धभावपरमज्ञानात्मकैरर्चयेत् , सिद्धं स्वादुमगाधबोधमचलं तं चर्चयामो वयम् ॥१४॥ જે પુરૂષ, મોક્ષ અર્થે નેત્રને ઊન્મીલન કરનારા હદયના) વિકાશભાવના સમૂહરૂપ અને ચિંતામણિ સમાન શુદ્ધભાવ તથા પરમ જ્ઞાનરૂપ એવા ગંધ, અક્ષત, પુષ્પમાળા, ચરૂ, દીપ, ધૂપ અને ફળેથી સ્વાદિષ્ટ રૂપી અગાધ બેધ અને અવિચળ એવા સિદ્ધ ભગવાને પૂજે છે, તેવા પુરૂષને અમે પૂજીએ છીએ. ૧૪ - પૂજાથી ભિન્ન ભિન્ન ફળ પ્રાપ્તિ वस्त्रैर्वस्त्रविभूतयः शुचितरालारतोऽलङ्कतिः, पुष्पैः पूज्यपदं सुगन्धितनुता गन्धैर्जिने पूजिते । दीपैर्जानमनावृतं निरुपमं भोगधि रत्नादिभिः, सन्त्येतानि किमद्भुतं शिवपदप्राप्तिस्ततो देहिनाम् ॥१५॥ શ્રી જિન ભગવાનને વચ્ચે વડે પૂજવાથી વસ્ત્રોની વિભૂતિ પ્રાપ્ત થાય છે, અતિ પવિત્ર અલંકારે વડે પૂજવાથી અલંકારો મળે છે, પુ વડે પૂજવાથી પૂજય પદવી મળે છે, ગંધ વડે પૂજવાથી શરીર સુગંધી થાય છે, દીપ વડે પૂજવાથી આવરણ ૨હિત જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને રત્ન વગેરેથી પૂજવાથી અનુપમ ભેગ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં તીર્થકર ભગવાનની પૂજાનું ફળ વર્ણન કરી શકાય તેમ નથી, કેમકે એ બધા ફળ પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પણ તે પ્રભુની પૂજાથી પ્રાણીઓને મેક્ષ પદની પણ પ્રાપ્તિ થાય છે. ૧૫ જિનેશ્વરની પૂજાનું અકથ્ય ફળ. आयुष्कं यदि सागरोपममितं व्याधिव्यथावार्जितं, पाण्डित्यं च समस्तवस्तुविषयं प्रावीण्यलब्ध्यास्पदम् । जिह्वा कोटिमिता च पाटवयुता स्यान्मे धरित्रीतले, नो शक्नोमि तथापि वर्णितुमलं तीर्थेशपूजाफलम्॥१६॥ * આ કાવ્યથી ભાવ પૂજાનું વર્ણન કરેલું છે
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy