________________
પ્રીમ,
૧૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સાંસારિક કામનાઓ અને વૈભવરૂપ અંધકારને નાશ કરનાર એવા સહજ જ્ઞાનરૂપ રત્નની રૂચિરૂપ દીવાઓ વડે આત્માના નિરવધિ વિકાશને કરનારા સહજ સિદ્ધ પરમાત્માની હું પૂજા કરું છું.
ધૂપ પૂજા निजगुणाक्षयरूपसुधूपनैः, स्वगुणघातमलपविनाशनैः । विशदबोधसुदीर्घसुखात्मकं, सहजसिद्धमहम्परिपूजये ॥ १० ॥
આત્માના ગુણેને ઘાત કરનાર, મળને નાશ કરનારા એવા પિતાના ગુણના અક્ષયરૂપ સુન્દર ધૂપ વડે ઉજવળ બેધથી અતિ દીર્ઘ (અક્ષય) એવા સુખ સ્વરૂપ સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૧૦
ફળ પૂજા. परमभाषफलावलिसम्पदा, सहजभावकुभावविशोधया । निजगुणस्फुरणात्मनिरञ्जनं, सहजसिद्धमहम्परिपूजये ॥ ११ ॥
સહજ ભાવમાં રહેલ કુભાવને શોધનારી ઉત્કૃષ્ટ ભાવરૂપ ફલની શ્રેણીની સમૃદ્ધિ વડે આત્મગુણની કુરણરૂપે નિરંજન એવા સહજ સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૧૧
सरस्वतीस्तुति-अधिकार.
“સિદ્ધ સ્તુતિ” નામના બીજા અધિકારમાં શ્રી સિદ્ધ મહાત્માઓનું જે સ્તવન કર્યું તેમાં સરસ્વતી (વાણું) ની અપેક્ષાની ખાત્રી સુજ્ઞ જનને થઈ હશે કે આવી ભાવ પૂજારૂપે સ્તવન કરવામાં સરસ્વતી (વિદ્યાદેવી) ની ઉપાસના (અભ્યાસ) સિવાય સ્તવન કાર્ય થઈ શકે નહિ, તેમ સરસ્વતી એ મનુષ્યની બુદ્ધિ રૂપી વનિતાની એક મુક્તાફળ માળા છે અને તેજ સરસ્વતી વીતરાગ દેવની (વાણી) ન હેત તે વિદ્વાન તથા મૂર્ખને મનુષ્ય જાણે કેમ શકત? અત એવી સરસ્વતીજીનું સ્તવન કરવું છે એમ ધારી આ અધિકાર આરભાય છે. સરસ્વતી તે વિદ્વાન તથા મૂર્ણ મનુષ્યની બુદ્ધિરૂપી સેનાની કસોટી છે.
અનુકુ. (૧–૨). पातु वो निकषग्रावा मतिहेम्नः सरस्वती । प्रज्ञेतरपरिच्छेदं वचसैव करोति या ॥१॥