SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ વશ્ય તમે કહેવાનાજ કે તે વાંક સૂર્યને નહિં પણ પેલા મનુષ્યને. સૂર્ય તે પિતાના કિરણદ્વારા જગમાં પ્રકાશ આપ્યાજ કરે છે પણ તેને ગ્રહણ કરે ત્યા ન કરે એ મનુષ્યનું કામ છે તેવીજ રીતે પરમાત્મા તે સદા સુખને માટે પ્રવર્તે છે પણ તેમના અભિમુખ રહી સુખને મેળવવું યા વિમુખ રહી દુઃખને મેળવવું એ મનુષ્યનું કામ છે સામદિ કયાં છે! એ કઈ પ્રશ્ન કરે અને કહે કે અમારે તે સુખ અને સારાર્થે મેળવવું તે ઘણુય છે પણ કરીએ શું? સમુદ્રના જળની ઈચ્છા તે હોય પણ જન સમુદ્રજ ધ ન હોય યા તે સમુદ્ર ક્યાં છે તેનું જ્ઞાન જ ન હોય તે પછી સમુદ્ર જળ ક્યાંથી મેળવવું? આ પ્રશ્ન ઉઠે એ સ્વાભાવિક છે. આ સામર્ચોદધિ તમારીજ પાસે છે. તે સૂર્ય એટલે ઉચે કે સમુદ્ર જેટલે વેગળે નથી તે તમારી નજીકમાં નજીક છે. તે પહાડ પર્વતે કે ગુફામાં નથી, તે તમારી નિકટમાં નિકટ છે. તે તમે જાણે છે છતાં તે વચને ઉપર અવિશ્વાસ રાખી તેને મેળવવાને તમે કદી પણ પ્રયત્ન કર્યો નથી અને તેથી જ તે તમારી નિકટ હોવા છતાં તમને વેગળે અને વેગળે ભાસે છે. પરમાત્મા તમારામાં જ છે તમારા હૃદયમાં સુખના કિરણેને પ્રસરાવતા તે સદાકાળ વિરાજમાન છે. તે કિરણમાં પ્રવેશ કરી સુખને ગ્રહણ કરવું એ તમારું કામ છે. તે કિરણમાં પ્રવેશ ન કરતાં, જેમ અંધારી કેટડીમાં રહી સૂર્યના પ્રકા શને કઈ ગ્રહણ ન કરી સૂર્યને દેષ કે તે તે મૂર્ણ ગણાય, તેમ તમે જે, પરમાભાભિમુખ થઈ સુખના કિરણેને ગ્રહણ કરી ન શકતાં દુઃખના દડાં રડયાં કરે તે તેમાં પરમાત્મા સુખ નથી આપતા એ કહેવું એ મૂર્ખતાભર્યું કહેવાય છે. પરમાત્માભિમુખ થવાને માટે જે તે પરમાત્મા પાસે જવાય છે તે રસ્તાની વચ્ચે આડે આવેલી વસ્તુઓને આપણે ખસેડવી જોઈએ. જેમ ઘરનાં બારણું ઉઘા ડવાથી સૂર્ય પિતાની મેળે તેમાં પ્રકાશ નાખે છે, તેમ આપણે પણ પરમાત્માનાં સુખમય કિરણેને ગ્રહણું કરવાને માટે શુભ વિચારે રૂપી દરવાજાને ઉઘાડવા જોઈએ અને આ પ્રમાણે કામના, કૈધના, મેહના, ભયના ઉદ્વેગના, દ્વેષના અને એવાજ અશુ ભવિચારેને દૂર ખસેડી પરમાત્માનાં સુખમય કિરણને ગ્રહણ કરવાં જોઈએ. - ઉપરોકત હકીક્તથી પરમાત્મા તમારામાંજ વિલસી રહ્યા છે, તે જાણું તમારા હૃદયમાં જ તેમનું નિવાસસ્થાન છે તે પ્રતિ અભિમુખ થાવ. અભિમુખ શી રીતે થવું એ પ્રશ્ન આ સ્થળે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. પરમાત્માકાર વૃત્તિ કરે પરમાત્મા જ્યારે તમારા હૃદયંગમ પ્રદેશમાં છે એવું તમે જાણ્યું તે પછી તેમના પ્રતિ એકાગ્ર વૃત્તિથી તેમના ગુણ અને સામન્થનું ચિંતન કરતા તમારા વિચારોનાં કકડાને વેગળાં મૂકે અને માત્ર પરમાત્માના ગુણ ધર્મોના વિચારેનેજ ગ્રહણ કરી તેજ વિચારરૂપ દેરડે વળગ્યા વળગ્યા જાવ.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy