________________
પરિચ્છેદ
સુશાસ્ત્ર-અધિકાર.
૪૮૫
મુખે ધરે તે તે મુખવાસથી સુવાસ આપે, કઠે ધરે તે તે હીરા મોતી તણે હાર છે; મગજમાં ધરે તે મુગટથી સરસ શેભે, ઘરમાં ધરે તે રૂડે ઘર શણગાર છે; સવિતા પ્રતાપે બને કવિતા તે કેવી કરું, અધર રહેલા જન મનને આધાર છે. ૧૮
કાવ્યનો દિવ્ય ખોરાક, બાલક પીએ તે તેને જ્ઞાન બલ બહુ વધે, જુવાન પીએ તે ઉતરે જુવાનીને; વૃદ્ધ જે પીએ તે તેને હિંમત ને જોર વધે, ઉપજાવે અંતરમાં રસ સેલે આનીને; સતીઓ પીએ તે તેને સંતને મારગ સૂજે, સુધા રસ સમ નારી માટી અને નાનીને સકવિતા કેઈને ન હેય અવગુણ કારી, દેષ ન દેખાય જેમાં જરીએ નાદાનીને ૧૯
ત્યાય કાવ્ય કારણ કવિતાનું જે નીતિ પર પ્રીતિ વધે, સરસ કે નરસ તે તે પર સંભાલીએ; જે કવિતા વાંચીને અનીતિની અસર થાય એવી કવિતાને ઉન્ડા પાણીમાં ઉકાળીએ; નીતિ ને અનીતિ મિશ્ર ભાવ જેને ભાલીયે તે, બાવળના કેયલાની સાથે તેને બાળીએ; બહેન કે બેટી પાસે બેલી ન શકાય બેલ, એવી કવિતાને તે ઉકરડે ઉછાલીએ. ૨૦
આ પવિત્ર કાવ્ય ઘટના. બાળક વાંચે તો તેની બુધિમાં બિગાડ થાય, જુવાન વાંચે તે તે જરૂર વહિ જાય છે, વૃદ્ધ જન વાંચે તે તે લાગે તેને વિષ જેવી ઘૂ ઘૂ કહી જે કવિતા ઉપર થુંકાય છે; ભગિનીઓ સાંભળતા ભારથી ભય નહિ, લાજવાળા માણસો તે વાંચતાં લજાય છે; કે એવી કવિતાને કહેશે જે કવિતા છે, કવિતા તે સૈને સુખકારક ગણાય છે. ૨૧
કાવ્ય પરીક્ષા. સુકવિની કવિતા તે નીતિનું પિષણ કરે, પિષકારક જેવું માનું પય પાન છે; મેટા માણસને સુણી મનમાં મીઠાશ લાગે, મિષ્ટતા ભરેલું જેવું જગમાંમિષ્ટાન છે કુકવિની કવિતા વાંચ્યાથી કાળકેર થાય, અનીતિ ભરેલી ઝાઝા ઝેરની સમાન છે; કહે દલપતરામ કદી નહિ ધરે કાન, નરક નિવાસનો દેનારી તે નિદાન છે. ૨૨
આ પ્રમાણે શાસ્ત્ર અને કાવ્ય પરીક્ષા સંબંધે જણાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.