________________
ષણ
૪િ૮૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, चिन्तामात्रविचिंतितपद इतश्चिन्तामणिः प्राप्यते
दुः प्रापं भववारिधौ जिनपतेः साहित्यकल्पं वचः ॥१५॥ જગતમાં ઘડા, વિભૂતિ, (એશ્વર્ય,) અને દક્તિ (હાથી)ના સમૂહવાળું અને પરાક્રમી જેમાં પાળાઓ છે, એવું રાજ્ય પ્રાપ્ત કરી શકાય છે. સંકલ્પ (ધાય) પ્રમાણે અર્થને આપનાર કલ્પવૃક્ષની લતા, કામ (ઈચ્છા)નું દાન કરનાર ઉ. તમ કામદુઘા ગાય, અને ચિન્તન માત્રથી ચિન્તત પદાર્થને આપનાર એ ચિ નામણિ પણ અંહિ પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ સંસારરૂપી સમુદ્રમાં જગતનું હિત કરવામાં સમર્થ એવું વિતરાગ દેવનું વચન પ્રાપ્ત થવું દુર્લભ છે. ૧૫
કાવ્યશાસ્ત્રની મહત્તા.
अनुष्टुप्. स्तोकापि वन्द्यते लोकैः कस्यापि मुकवेः कृतिः ।
શવ સૃરિણા પુરી નવા / નવીન એવી રેખાથી પ્રકાશમાન યંતી (બીજના) ચન્દ્રમાની કળા જેમ વદાય છે, તેમ સુન્દર એવા કઈ પણ કવિની છેડી કૃતિ પણ લેકેથી વજાય છે (એટલે લોકમાં પ્રશંસાપાત્ર થાય છે.) ૧૬
કાવ્ય ચમત્કાર,
મનહર. * શિક્ષક સમાન સારી શિખામણની દેનારી, વૃદ્ધ તુલ્ય જેમાં કહ્યું વિવિધ વિચાર છે, મિત્ર તુલ્ય માનવીના મનમાં પ્રમોદ આપે, તરૂણી સતી સમ સુભાષણ તૈયાર છે; આનંદ સમે ધરે તે આનંદ અધિક અપે, દુઃખ સમે દુખિયાને દિલાસે દેનાર છે, સવિતા પ્રતાપે બને કવિતા તે કેવી કરું, અધર રહેલા જન મનને આધાર છે. ૧૭
આભૂષણરૂપ કાવ્ય. હાથમાં ધરો તે વીંટી પચીથી વિશેષ શેભે, કને ધરે તે અમૂલ્ય કુંડલ આકાર છે;
જ દલપતકાવ્ય ભાગ પહલેા.