________________
પરિક૬ સુશ્રાવક-અધિકાર.
૭૫ ઉત્તમ શ્રાવકની ઓળખાણ श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने धनानि क्षेत्रेषु वपत्यनारतं ।।
करोति पुण्यानि सुसाधुसेवनं ततश्च तं श्रावकमाहुरुत्तमम् ॥६॥ જેઓ શ્રી જીતેન્દ્ર શાસ્ત્રમાં શ્રદ્ધા ભાવ રાખે છે ક્ષેત્રમાં ( સુપાત્રોમાં ) ખુશીથી ધન વાવે છે. (દાન આપે છે) સારી રીતે શુભ માર્ગ માં પુણ્ય કરે છે અને સુસાધુઓની ભકિત કરે છે તેને ઉત્તમ શ્રાવક કહે છે. ૬
શ્રાવકોનું આવશ્યક કર્તવ્ય. कर्तव्यं जिनवन्दनं विधिपरैहर्षोल्लसन्मानसैः सच्चारित्रविभूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः । श्रोतव्यं च दिनेदिने जिनवचो मिथ्यात्वनिर्नाशनं
दानादौ व्रतपालने च सततं कार्या रतिः श्रावकैः ॥७॥ હર્ષથી ઉલ્લસિતમને વિધિ પરાયણ શ્રાવકોએ શ્રી તીર્થકરને વંદના કરવી, નિત્ય પ્રતિ સુચરિત્રથી વિભૂષિત સાધુઓની સેવા કરવી, હમેશાં મિથ્યાત્વને નાશ કરનાર શ્રી જીતેન્દ્ર વાક્ય (સિદ્ધાન્ત) નું શ્રવણ કરવું અને નિરંતર દાન વ. ગેરેમાં તથા તેનું પાલન કરવામાં (વતે કરવામાં) પ્રીતિ કરવી. ૭
ચિત્ત શુદ્ધિના અવલંબન. , देवं श्रेणिकवत्प्रपूजय गुरुं वन्दस्व गोविन्दवदानं शीलतपः प्रसङ्गसुभगां चान्यस्य सज्ञावनाम् । श्रेयांसश्च सुदशेनश्च भगवानाधः स चक्री यथा
धर्ये कर्मणि कामदेववदझे चेतश्चिरं स्थापय ॥॥ શ્રેણિક રાજાની પેઠે દેવ (તીર્થકર) ની પૂજા કરે. શ્રીકૃષ્ણ મહારાજની માફક ગુરૂનું વન્દન કરે. શ્રેયાંસની પેઠે દાનમાં અને સુદર્શન પેઠે શીલમાં તેમજ મહાવીર પ્રભુની જેમ તપમાં તથા ભરત રાજાની જેમ સદ્દભાવનામાં ચિરકાલ ચિત્તનું સ્થાપન કરો. અને ધર્મ કર્મમાં કામદેવ શ્રાવકની બરાબર ચિત્ત રેક. ૮
પુણ્યશાળી શ્રાવકનાં લક્ષણે. सर्वज्ञो हदि वाचि तद्गुणगणः कायेन देशवतं धर्मे तत्परता परःपरिणतो बाघो बुधवाध्यता ।