SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. ૪૭. અw , જેમ સમુદ્રના મધ્યમાં રહેલો વડવાનલ નામને અગ્રિ સમુદ્રના પાણીથી જ્વાલાઓ કાઢી રહ્યો છે એટલે પાણુથી શાન્ત થવું જોઈએ ત્યાં તે ઉલટે પ્રજવલિત થઈ જાય છે એટલે સમુદ્રને તપાવી રહ્યા છે તેમ દુર્જન કદાચ ઉપકાર હિ સુજનની પાસે રહેતા હોય તે પણ પિતાના નીચ સ્વભાવને છેડતા નથી. ૩ ઉત્તમ કુળમાં જન્મવા છતાં પણ ખલની અધમતા, રાÇવિત્રહિત (૪-૫) * यच्चिन्दनसम्भवोऽपि दहनो दाहात्मकः सर्वदा, सम्पन्नोऽपि समुद्रवारिणि यथा प्राणान्तको डुडुभिः (भः)। दिव्याहारसमुनवोऽपि भवति व्याधिर्यथा वाधक स्तद्वदुःखकरः खलस्तनुमतां जातः कुलेऽप्युत्तमे ।। ४॥ ચન્દનના કાષ્ટ્રમાંથી ઉત્પન્ન થયેલ છે તે પણ અગ્નિ સર્વદા જેમ બાળવાવાળ છે, સમુદ્રના પાણીમાં સારી રીતે ઉત્તપન્ન થયો છે તે પણ ડંડુભિ નામને સપ જેમ મનુષ્યના પ્રાણેને નાશ કરે છે. દિવ્ય (મેદકાદિ) આહારથી ઉત્પન્ન થયેલ છે, તે પણ રોગ જેમ મનુષ્યને પીડા કરનારો થાય છે, તેવી રીતે ઉત્તમ કુળમાં જન્મે છે તે પણ ખળ પુરૂષ દેહધારી મનુષ્યોને દુઃખ કરનારે જ થાય છે. ૪ દુર્જને પોતાના માતાપિતા વિગેરેનો પણ નાશ કરે છે. लब्धं जन्म यतो यतः पृथुगुणा जीवन्ति यत्राश्रिता ये तत्रापि जने वने फळवति प्लोषं पुलिन्दा इव । निस्त्रिंशा वितरन्ति धूतमतयः शश्वत्खलाः पापिन स्ते मुश्चन्ति कथं विचाररहिता जीवन्तमन्यं जनम् ॥ ५॥ જ્યાં પિતે જન્મગ્રહણ કર્યો છે. જ્યાંથી પિતાને ઘણુ ગુણોની પ્રાપ્તિ થઈ છે તેમ જેને આશ્રય કરી આજીવિકાને કરે છે એવા ભિલ લોકો જેમ તે ફળવાળા વનમાં દાવાનળ મુકી બાળી ભસ્મ કરે છે, તે પ્રમાણે જ્યાં જન્મ ગ્રહણ કર્યો છે, તેમ જેનાથી ઘણુ ગુણે પ્રાપ્ત કર્યા છે અને જેને આશ્રય કરીને પિતે સદા રહે છે, તેવા ફળવાળા મનુષ્યમાં પણ નષ્ટ મતિવાળા પાપી એવા ખળ પુરૂષ હમેશાં નિ. દય થઈને તેનો દાહ કરી નાખે છે. જ્યારે આ રીતે તેઓ પિતાના આશ્રયદાતા જ ન્મદાતા ફળદાતાને નાશ કરી નાખે છે ત્યારે વિચાર રહિત એવા તે પુરુષો બીજા પુરૂષને જીવતે કેમ મુકે? ૫
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy