SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથમાં વપરાએલા દરેક છંદના માપ તથા ગણના સ્વરૂપને જાણુ શકવા માટે તેવા જુદા જુદા છંદ નીચે તેના માપ તથા લક્ષણ આપવામાં આવેલ છે. અને તેમાં આવતા ગણ તેમજ લઘુ ગુરૂની ઓળખ માટે ગ્રંથ કર્તાના વિવેચનમાં ખાસ નૈધ લેવામાં આવી છે. એટલું જ નહિ પણ એ સર્વ કોઈપણ પ્રસંગે જોઈ જાણી શકવા માટે છંદાનુક્રમણિકા પણ દાખલ કરી છે, તેથી આશા છે કે કાવ્યપ્રેમી વર્ગને તેમજ અભ્યાસ માટે આવી ભિન્ન ભિન્ન સુચી (અનુક્રમણિકા) ને શ્રમ ઉપયોગી થઈ પડશે. અને વ્યાખ્યાન કરવાવાળાને તે તે ખાસ સાહ્યક થશે. આ ગ્રંથના સંગ્રહના સંશોધન માટે મહારાજશ્રી વિનયવિજયજીને સાત વર્ષથી સતત શ્રમ ચાલુ જ છે. અને તેથી તે દરમિયાન તેમજ અત્યારે અને હજુ પછી તે માટે હરહમેશ થતાં વાંચનમાંથી મહારાજશ્રી ઉગી નોંધ જાળવી રાખે છે આ સં#હ અત્યાર સુધીમાં તેઓશ્રી પાસે જે એકત્રીત થએલ છે. તેના પ્રમાણમાં આ પ્રગટ થતે ભાગ માત્ર તેના એક વિભાગરૂપે લગભગ સવાસો ગ્રંથનું દેહન છે. જ્યારે તે બહાળે ખજાને બીજા ભાગરૂપે જનસમાજના હિતાર્થે પ્રકાશમાં આવવા પામે તેવી તકને આવકાર આપી, પ્રકાશકે ને સંગ્રહ આપવાની તેઓશ્રી કૃપા કરતા રહેશે તેમ હું મહારાજશ્રીને વિનંતી કરવા આ તકે રજા લઉં છું. ઉપરોકત સંગ્રહની પ્રેસ કેપી કરવા અને મેટરને યથાકામે લખવા વગેરે કાર્યની વ્યવસ્થાથી ગ્રય જલદી પ્રકાશમાં આવી શકશે તેવા હેતુથી જીજ્ઞાસુવર્ણ તરફથી તેવા કાર્યના ખર્ચ માટે રૂા. ૧૨૫ બગસરાનાં સંઘે તથા રૂા. ૧૦૦ એકલેવાવાળા શેઠ નાનચંદયાલચંદે આપી શાસ્ત્રી રોકવાનો પ્રબંધ કરવાથી વ્યવસ્થાસર મેટર તૈયાર થયું હોય તેમ જાણવામાં આવ્યું છે, તેમજ આવા તૈયાર થએલ મેટરને પ્રકાશમાં મુકવા અર્થે લગભગ ત્રણ જેટલી પ્રતે ખરીદવાને માંગરોળના સંઘ અગાઉથી વચન આપવા સાથે તેની પ્રથમથી લેવાના હિસાબે થાય તે કિમત ભરી આપેલ છે. તે સર્વે અનુકુળતા વચ્ચે આ ગ્રંથને પ્રકાશમાં લાવવા તક મળી છે. સબબ તેવા ઉત્સાહી વર્ગને ધન્યવાદ ઘટે છે અનિમહારાજશ્રી વિનયવિજયજી મહારાજ આ ગ્રંથને આટલે બહોળો સંગ્રહ કરવાને જે અવકાશ મેળવી શક્યા છે તેમાં નિત્ય સહગામી મુનિ મહારાજશ્રી કેસરવિજયજીની સહાય ઉપકારક થઈ પડી છે તેમ જણાવતાં હર્ષ થાય છે, તેમજ દીલ્હીવાળા અગ્રવાલ મુનાલાલે પણ માનસિક મદદ સારી કરી છે તે પ્રસંશાને પાત્ર છે. ગ્રંથના સંશોધક અને સંગ્રહ કરનાર તરીકે શ્રમ ઉઠાવનાર મહારાજશ્રી વિનયવિજયજીના જીવન ચરિત્રમાંથી વાચકને ધટતું જાણવા અને શીખવાને મળી શકે તેમ છે, તેથી ગ્રંથની શરૂઆતમાં તેઓશ્રીના જીવન પૈકી મળી શકેલ જાહેર હિત એકઠી કરી જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે અને તે ફેટા સાથે પ્રસિદ્ધ કર્યું છે,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy