SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ-અધિકાર ૩૦૯ શાસ ભણવામાં તથા તેને ઉપદેશ આપવામાં કુશળ પણ પોતે અબુધ (શાસ્ત્ર ઉપદેશ પ્રમાણે નહીં ચાલનાર) એ માણસ હોય તે (શાસ્ત્રમાં રહેલા) શુદ્ધ તત્વને જાણતા નથી કારણકે નાના પ્રકારના રસમાં કાયમ રહેનારી કડછી સુંદર રસને સ્વાદ જાણું શકતી નથી. ૬ ચારિત્ર્યથી સર્વ સાધ્યપણું. ૩પનાતિ. सदर्शनज्ञानतपोदमाढ्याश्चारित्रभाजः सफलाः समस्ताः । व्यर्थाश्चरित्रेण विना भवन्ति ज्ञात्वेह सन्तश्चरिते यतन्ते ॥ ७॥ સ ત્ર શાસ્ત્રનું જ્ઞાન, તપશ્ચર્યા અને દમ (ઇંદ્રિયને નિગ્રહ) થી ભરપૂર (પરિપૂર્ણ ) સગો હોય, પરંતુ તે સર્વે જ્ઞાનતપાદિ ચારિત્રવાળા પુરૂષને જે ફળદાયક થાય છે અને ચારિત્ર (સુવર્તન) વિના તે સર્વ વૃથા થાય છે એવું જાણુને સંત પુરૂષ ચારિત્રને વિષે પ્રયત્ન કરે છે. ૭ લેમાં શુદ્ધચારિત્રયુક્ત મહાત્માઓનું વિરલાપણું. शार्दूलविक्रीडित. केचित्काव्यकलाकलापकुशलाः केचिच सल्लक्षणाः,, केचित्तर्कवितर्कतत्त्वनिपुणाः केचिच्च सैद्धान्तिकाः । केचिनिस्तुषबीजशास्त्रनिरता ज्योतिर्विदो भूरय श्चारित्रैकविलासवासभवनाः स्वल्पाः पुनः सूरयः ॥ ८॥ કેટલાક પુરૂ કાવ્ય કળા-ચોસઠ કળાના સમૂહને જાણવાવાળા છે, કેટલાક શુભ લક્ષણશાસ્ત્ર એટલે સામુદ્રિકશાસ્ત્રને જાણનાર છે કેટલાક ન્યાય સં. બધી વિચારના તત્વમાં નિપુણ છે, અને કેટલાક ધર્મના સિદ્ધાન્તને જાણવાવાળા છે. કેટલાક ફોતરા વગરના બીજની માફક શુદ્ધ એવાં શાસ્ત્રોમાં પ્રીતિવાળા છે, અને જોતિષ શાસ્ત્રને જાણવાવાળા તે ઘણું પુરૂષે છે. પરંતુ શુભ ચરિત્ર-ષડિન્દ્રિય નિગ્રહાદિ-આનન્દના એક નિવાસરૂપ અર્થાત જેઓ વીતરાગ થયા છે, એવા સૂરિ– પૂજ્ય વિદ્વાનો તે જગતમાં ઘણું થડા છે. ૮ જ્ઞાની-પાપીનો પીછાણ. એક દીવો લઇને કુવામાં પડે તે જ્ઞાની પાપી કહેવાય છે. સાંભળે બધું, સ * સ્વર્ગ વિમાન.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy