________________
૨૮૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
સાધુવેષના આડંબરની નિંદા,
શાસ્ત્રવિક્રીડિત (૧ થી ૪) कटयां चोलपटं तनौ सितपदं कृत्वा शिरोलुश्चनं, स्कन्धे कम्बलिका रजोहरणकं निक्षिप्य कक्षान्तरे । वक्त्रे वस्त्रमथो विधाय ददतः श्रीधर्मलाभाशिषं,
वेषाडम्बरिणः स्वजीवनकृते विद्यो गतिं नात्मनः ॥१॥ કેડ પર ચલપટ્ટાને ધારણ કરીને, શરીરપર શ્વેત વસ્ત્ર (કપડાં) ઓઢીને, માસ્તકનો લેચ કરીને, ખાંધે કામળી રાખીને, બગલમાં રજોહરણ (ઘે) નાંખીને, તથા મુખ ઉપર વસ્ત્ર (મુખવસ્ત્રિકા) રાખીને શ્રી ધર્મલાભ એવા આશીર્વાદને દેતા તથા પિતાની આજીવિકાને માટે વેશને આડંબર કરતા એવા આત્માની (જી. વની) કઈ ગતિ થશે? એ અમે જાણતા નથી. ૧ ક
પરિગ્રહની નિંદા, वस्त्रं पात्रमुपाश्रयं बहुविधं भक्ष्यं चतुधौंपधं, शय्यापुस्तकपुस्तकोपकरणं शिष्यं च शिक्षामपि । गृहीमः परकीयमेव सुतरामाजन्म वृद्धाः वयं,
यास्यामः कथमीदशेन तपसा तेषां हहा निष्क्रयम् ॥२॥ ઘણા પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, ચાર પ્રકારને આહાર, ઔષધ, શય્યા, પુસ્તક, પુસ્તકના ઉપકરણ (સાપડા, પાટલી વિગેરે), શિષ્ય અને ઉપદેશ, આ સર્વ પારકી વસ્તુને જ જન્મથી આરંભીને અમે વૃધે અત્યંત ગ્રહણ કરીએ છીએ, એટલે કે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી આરંભીને અત્યારે વૃદ્ધ થયા છીએ ત્યાં સુધી પારકી વસ્તુએજ ગ્રહણ કરી છે. તે અહે ! તે સર્વ વરતુના નિષ્કયને (ત્રણ - હિતપણુને) આવા તપથી અમે શી રીતે પામશું? અથત કાંઈપણ ઉત્કૃષ્ટ તપ કરતા નથી તેથી તે લીધેલી વસ્તુઓને પ્રતીકાર કઈ રીતે પણ થઈ શકશે નહીં. ૨
પાખંડની નિંદા. अन्तर्मत्सरिणां बहिः शमवतां प्रच्छन्नपापात्मनां, नयम्भःकृतशुद्धिमद्यपवणिग्दुर्वासनाशात्मिनाम् । पाखण्डव्रतधारिणां बकदृशां मिथ्यादृशामीदृशां,
बद्धोऽहं धुरि तावदेव चरितैस्तन्मे हहा का गतिः ॥३॥ * ૧ થી ૩ કાવ્યમાલા ગુચ્છક સાતમે.