SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ યતિશિક્ષપદેશ-અધિકાર ૨૫ परीषहानो सहसे न चोपसर्गान शीलाङ्गधरोऽपि चासि । तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं, मुने ! कथं यास्यसि वेषमात्रात् ॥३॥ युग्मम् હે મુનિ! તું વિકથાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય (સજઝાય ધાન) કરવા ઈચ્છતા નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિ અને ગુપ્તિ ધારણ કરતું નથી, શરીરપર મમત્વથી બને પ્રકારનાં તપ કરતું નથી, નજીવા કારણથી કષાય કરે છે, પરીષહ તથા ઉપસર્ગ સહન કરતું નથી, (અઢાર હજાર) શીલાંગ ધારણ કરતું નથી તે છતાં તું મેક્ષ મે. ળવવા ઈચ્છે છે, પણ હે મુનિ! વેશમાત્રથી સંસાર સમુદ્રને પાર કેવી રીતે પામીશ? \ વિવેચન-+અત્ર વ્યતિરેકરૂપે મુનિઓએ શું કરવું જોઈએ તે કહે છે, ૧ પાંચ પ્રકારને સ્વાધ્યાય મુનિએ દરરોજ કરે જોઈએ. વાંચના (વાંચવું તે), પૃછના (શંકા પૂછવી તે), પરાવર્તન (સંભારવું– રીવીઝન), અનુપ્રેક્ષા (વિચારણ) અને ધર્મ કથા આ પાંચ પ્રકારના સ્વાધ્યાય છે. ૨ પાંચ સમિતિ અને ત્રણ ગુણિ તે પ્રવચનમાતા કહેવાય છે અને સાધુપણાનું ખાસ લક્ષણ છે નિર્જીવ માર્ગે સૂર્ય ઉગ્યા પછી સાડા ત્રણ હાથ આગળ દષ્ટિ રાખી, જેઈને ચાલવું તે ઇચ્ય સમિતિ. નિરવા, સાચું, હિતકારી અને પ્રિય વચન વિચારીને બેસવું તે ભાષા સમિતિ. અન્ન, પાણિ વિગેરે બેંતાળીશ દેષ રહિત લેવાં તે એષણ સમિતિ. કઈ પણ વસ્તુ જીવ રહિત ભૂમિ જેઈને તથા પ્રમાર્જના કરીને મૂકવી કે લેવી એ આદાન ભંડમત્ત નિક્ષેપણું સમિતિ. મળ, મૂત્રાદિ છવ રહિત ભૂમિએ તજવાં તે પરિઝાપનિકા સમિતિ. મનપર અશુભ ચિંતવન માટે પૂર્ણ અંકુશ રાખવે અથવા સર્વથા મને વ્યાપાર નકર એ મનગુપ્તિ, - કઈ પણ પ્રકારનું સારું કે ખરાબ વયન બલવું નહિ અથવા સવિઘ વર્ષ નિરવદ્ય બોલવું તે વચન ગુપ્તિ કાયાને અણાએ પ્રવર્તાવવી નહિ અથવા સર્વથા પ્રવર્તાવવી નહિ તે કાય ગુપ્તિ. ૩ સાધુએ બે પ્રકારનાં તપ કરવાં જોઈએ. બાથતપ-ઉપવાસાદિ કરી બીલકુલ ખાવું નહિ, ઓછું ખાવું, ઓછી વસ્તુઓ ખાવી, રસવાળી વસ્તુઓ ઘી વિગેરે ન ખાવાં, કર્મ ક્ષય કરવા માટે શરીરને કષ્ટ આપવું અને અંગે પાંગ ઇન્દ્રિઓ અને મનને સાચી રાખવાં આ સ્થળતપ કહેવાય છે. અભ્યતરતપ-કરેલ પાપકૃત્યનું પ્રાયશ્ચિત લેવું, જિનદિ દશને યથાયોગ્ય વિનય કર, જિનાદિ દશનું ગ્ય વૈયાવચ્ચ કરવું, વાંચના વિગેરે
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy