________________
૨૫૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ ન્મ આપે છે. એ વેગથી તીવ્રતામાં કંઈ વિરૂદ્ધ લખાયું હોય તે તે માટે ક્ષમા મળશે એમ તેને વિશ્વાસ છે.
અંતમાં મુનિનું નિશ્ચિત અવ્યગ્ર જીવન ગાળવાનું સદભાગ્ય જેઓને મળ્યું છે. તે વર્ગ તે જીવનનું સ્વરૂપ અને ઉદ્દેશ યથાવત રહમજી તેને સદુપયેગ કરે અને તેને કુશળ સારથીપણાથી સમાજ ઉચ્ચ સ્થાનને પામે એવી પ્રાર્થના પૂર્વક
આ કુસાધુ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
यतिशिक्षोपदेश-अधिकार,
ઉત્તમ પ્રકારના સાધુ થવાને માટે પ્રત્યેક સાધુએ યતિશિક્ષાને ઉપદેશ હદયમાં લેવા જોઈએ. જેના હૃદયમાં યતિશિક્ષાને ઉપદેશ આરૂઢ થયે નહોય તે સાધુ પિતાના ચારિત્ર ધર્મને મેળવી શકતા નથી. તે સાધુ કુસાધુ ગણાય છે, જેને વિષે ઉપરના સાધુ અધિકારમાં કહેવામાં આવ્યું છે. કુસાધુનાં લક્ષણે લક્ષમાં રાખવાથી સુસાધુ બનવાની ઇચ્છા પ્રગટી આવે છે, તેથી તે કુસાધુના અધિકાર પછી સુસાધુ થવા માટે ઉપયોગી એ આ યતિશિક્ષાના અધિકારનો પ્રારંભ કરવામાં આવે છે. વૈરાગ્ય વગરના સકામ તપના કરતાં ગૃહસ્થાવાસ ઘણે
દરજે સારે છે.
અનુષ્યમ્ वरं गाईस्थ्यमेवाद्य, तपसो भाविजन्मनः ।
सुस्त्रीकटाक्षलुण्टाकैलुप्तवैराग्यसम्पदः ॥ १॥ સુંદર સ્ત્રીના કટાક્ષરૂપી લુંટારાઓએ જેમાં વૈરાગ્યની સંપતિ લુંટી લીધી છે અને જેથી ભવિષ્યમાં પાછું જન્મ લેવા ઈચ્છા રાખી છે, તેવા તપના કરતાં ગૃહસ્થાવાસ ઘણે દરજજ સારે છે. ૧
સાધુના વેશમાત્રથી મોક્ષ મળતું નથી
રૂપજ્ઞાતિ. (૨ થી ૧૧). स्वाध्यायमाधित्ससि नो प्रमादैः, शुद्धा न गुप्तीः समितीश्च धत्से तपो द्विधा नार्जसि देहमोहादल्पे हि हेतौ दधसे कषायान् ॥ ॥ १ अल्पेऽवीति पाठान्तरं.