SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ કુસાધુ-અધિકાર અત્યંત સિંઘ રાત્રુત્સવ વ્યભિચારમય વિધિ-સાથે એ પૂજાને અંત થાય છે. એ શાકતવિધિ શ્રીચક અથવાતે પૂર્ણભિષેકના નામથી ઓળખાય છે. ખરી રીતે જોતાં એ અપવિત્ર વિધિઓનો મૂળ તત્રમાં નિષેધજ કરાયેલો છે, છતાં વામમાર્ગીઓએ વિધિને પરમ ઈષ્ટ વિધિ માને છે અને એમાં પૂર્ણ ભાવના રાખે છે. આર્યાવર્તામાં એ શક્તિધર્મના અનુયાયિ જનેની સંખ્યા ઘણી જ મોટી છે અને તેમાં પણ બ્રાહ્મણનું પ્રમાણ વિશેષ છે. એ શાકતધર્મમાં થિએસેફિલ સાયટી અને સ્વામી નારાયણના પંથ પ્રમાણે સર્વ જાતિ કે ધર્મને ભેદ ન માનતાં સર્વને સમાન ગણવામાં આવે છે. બહાર જુદી જુદી જાતિના અને જુદા જુદા ધર્મના લેકે પિતાના જાતિભેદ કે ધર્મભેદને ધારણ કરે છે, અને પોતે શાકત નથી એમજ બતાવે છે. પરંતુ સિંદુરનાં તિલક અને કટિએ લાલ રેશમના કકડાથી તેઓ શક્તિ તરીકે તરત ઓળખાઈ આવે છે. દક્ષિણાચારી અને વામમાર્ગીઓ ઉપરાંત શાક્તને એક બહુજ અમલીલ ત્રીજો પંથ પણ છે અને તે “કાંચુલીય માર્ગના નામથી પ્રસિદ્ધ છે. એ કાંચલીય માર્ગને દક્ષિણ દેશમાં વિશેષ પ્રચાર છે. ગુજરાત અને કાઠિયાવાડમાં એ પંથને ચેના માર્ગના નામથી ઓળખવામાં આવે છે. એ પંથવાળાઓની ધર્મક્રિયાઓ કેલ અથવા વામાચારીઓ જેવી જ છે. માત્ર એક વિશેષ વિધિથી એ પંથ બીજા શાક્ત પંથેથી ભિન્ન છે. સ્ત્રી મૈત્રીના ગ્રથિઓને પુરૂષ સાથે મેળવી દેવી અને દેવીભક્તોમાં સ્ત્રીઓના સમુદાયને વધારે કરે એટલું જ નહીં, પણ જે સ્વાભાવકલજજાબંધન હોય તેને પણ તેડીને નિરંકુશ થઈ વર્તવું એ એ વિધિને આ શય છે. એમ કહેવામાં આવે છે કે એ કાંચળીયા રથવાળાના ધર્મ cવધિના સમયમા સર્વ સ્ત્રીએ પોતપોતાની ચાળીઓ ઉતારીને ગુરૂના અધિકારમાં ત્યાં પડેલી એક પેટીમાં મૂકે છે. જ્યારે સાધારણ ધર્મ ક્યાની સમાપ્તિ થાય છે, ત્યારે પ્રત્યેક પુરૂષ તે પેટીમાંથી એક એક ચેળી ઉપાડી લે છે. જે સ્ત્રીની ચળી જે પુરૂષના હાથમાં આવે, તે સ્ત્રી ગમે તે તે પુરૂષની નિકટતમ સંબંધીની એટલે કે ભગિનિ કે પુત્રી હોય તે પણ તેટલા સમયને માટે તે પુરૂષના કામ વ્યાપારની ભાગિની થાય છે. એટલે નિસર્ગકૃત નીતિના સ્વાભાવિક દુર્ગને પણ એ વિધિથી તેડી નાખવામાં આવે છે. મકરાણ પ્રદેશમાં જે હિંગુલા દેવીનું સ્થાન આવેલું છે, તે બહુધા વામમાગીઓ અને એ કાંચળીયા પંથના દેવીભકતેજ તીર્થસ્થાન છે !! પ્રતિવર્ષ ત્યાં હજારો શા મતવાદીએ યાત્રા માટે જાય છે. જે પ્રદેશમાં એ સ્થાન આવેલું છે ત્યાંની ભૂમિમાં પરવાળા જેવા એક જાતના દાણું થાય છે અને તેને રંગ લાલ ૩૧.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy