SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ - ~~~~~~~~~ ~ ~~ ~~~~ ~~* * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ચતુર્થ વળી તેજ વાતમાં કેટલાક ધર્મના દાંભિક સ્વરૂપ બતાવતાં લખે છે કે, હવે આપણે વામાચારીઓના ધર્મ વિધિનું નિરીક્ષણ કરીશું. એ વામ માગીઓની ધર્મ કિયાએ સાધારણ શાકતધર્મની ક્રિયાએથી વિરૂદ્ધ છે અને વામીએ તેમને જાહેર રીતે સ્વીકાર કરે છે. તેઓ શિવની શક્તિ સ્વરૂપનું દેવીની જ પૂજા કરે છે, પરંતુ વિશેષતઃ એ છે કે, તેઓ પિતાની ઉપાસનામાં લક્ષમી, સરસ્વતી, માતુ, નાયકા યોગી ની, એટલું જ નહી પણ અપવિત્ર નિ ડાકિની અને શાકિનીઓને પણ સ્વીકાર કરે છે એઉપરાંત વામાચારીઓ અને દક્ષિણાચારીઓ ખાસ કરીને ભૈરવના રૂપમાં શિવની પણ ઉપાસના કરે છે. શિવ ઉભયમાગીઓની ઉપાસનાને એક સામાન્ય વિષય થઈ પડે છે. વામાચાર્યોની ધર્મક્રિયાને પ્રકાર તત્રના એક ભાગમાંથી લેવામાં આવ્યું છે અને પંથ પરત્વે તે ધર્મ કિયા વળી ઘણું ભાગમાં વહેંચાઈ ગએલી છે, ઉપાસના તાત્કાલિક હેતુ પ્રમાણે ઉપાસ્ય શક્તિના વિશિષ્ટ સ્વરૂપે નિયત કરેલાં છે, પરંતુ દેવીની કોઈ પણ સ્વરૂપમાં પૂજા કરતી વખતે પંચ મકાર અથવા એમાંના અને મુક મકાની યેજના તે અવસ્ય થવી જ જોઈએ, એ સર્વ સાધારણ નિયમ છે. માંસ, મત્ય, મધ, મૈથુન અને મુદ્રા એ શકિત ધર્મના પંચમકાર. સર્વ શબ્દને પ્રારંભમ અક્ષરથી થતું હોવાથી મકાર કહેવાય છે. એ પૂજાને અંત જેવી રીતે લાવવાનું હોય તેના પ્રમાણમાં તેવા મંત્રને ઉચ્ચાર કરવામાં આવે છે અને એ માત્રામાં બહુધા બીભત્સ અથવા અશ્લીલ અર્થે રહેલા હોય છે. જ્યારે પૂજાને અપવિત્ર આત્મા (પિશાચે) એ પર સત્તા મેળવવાને અને તેમની સાથે વાતચીત કરવાને ઉદ્દેશ હોય છે ત્યારે એક મડદું (મનુષ્યનું મૃતશરીર) અવશ્ય જોઈએ છે. ઉપાસક મધ્યરાત્રિના ભયંકર સમયે કબ્રસ્તાન, સમશાન અથવા તે વધસ્થાનમાં તે મૃત શરીરને લઈને એકલે જાય છે અને તે મડદાં પર બેસીને પિશાચેને જે કાંઈ નૈવેદ્ય આપવાનું હોય છે તે આપે છે. આ ક્રિયાને તે કોઈ પણ પ્રકારના ભય વિના પાર પાડી શકે છે તે ભૂત અને ગિની આદિ પુરૂષ અને સ્ત્રી પિશાચાત્માએ તેને વશ થઈ જાય છે-તેનાં ગુલામ થાય છે એમ માને છે. એ અને ઉપાસનાના બીજા પ્રકારોમાં એકાંતની યેજના તે અવશ્ય કરવામાં આવે છે. એ ઉપાસના વેળાએ દેવીની પ્રતિ આકૃતિ અને સજીવ પ્રતિનિધિરૂપ એક સ્ત્રીની હાજરી તે અવશ્ય હોવી જ જોઈએ. જે વિધિ બહુધા સંમિશ્રત સમુદાયમાં કરવામાં આવે છે તે એ સમુદાયમાંના પુરૂષે ભૈરવે અને વીર મનાય છે તથા સમુદાયમાંની સ્ત્રીઓ ભૈરવી કે નાયિકારૂપ લેખાય છે. મુખ્ય સ્ત્રી માં અને માંસ દેવીના પ્રસાદ તરીકે દેવીભકતાને વહેંચી આપે છે, કેટલાક મંત્રને ઉચ્ચાર કરવામાં આવે છે, અંગુલીવડે અશ્લીલ મુદ્રાઓને વિધિ કરાય છે, બીજા પણ કે. ટલાક ભિન્નભિન્ન વિધિઓ કરવામાં આવે છે અને છેવટે એ સ્ત્રી પુરૂષ દેવીભકતેના
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy