SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ જેને સાર્થ તથા અથ (ધન) ચાલ્યું ગયેલ છે, તેણે પરદેશમાં રહેવું ઉત્તમ છે. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલને મત સારૂં છે, કુબુદ્ધિપુરુષ (કુગુરૂ) ના સંગ કરતાં પવિતેમાં મળી જવું (વનનિવાસ કરે) એ સારું છે, બહુ પાપમાં ચિત્ત રાખનાર કરતાં દરિદ્રી (કંગાલ) માણસ ઉત્તમ છે. ૨૦ તેમજ कोपस्य सङ्गाद्वरमग्निसेवनं, मनोऽभिषणादरमदिलङ्घनं । सछद्मबुद्धेवरमल्पबुद्धिता, गानिपातो वरमुग्रलोभतः ॥ २१॥ ક્રોધના સંગ કરતાં અગ્નિનું સેવન (અગ્નિમાં પડવું) સારું છે. મનને આધીન થવા કરતાં પર્વતનું ઉલ્લઘન ઉત્તમ છે. કપટી બુદ્ધિવાળા કરતાં અલ્પ બુદ્ધિપણું શ્રેષ્ઠ છે, ઉઝ (અત્યન્ત) લભ કરતાં ખાડમાં પડવું સુન્દર છે. ૨૧ વળી– गेही वरं नैव कुशीललिङ्गी, मृों वरं मा विबुधः प्रमादी । अन्धो वरं मा परवित्तदृष्टिः, मूको वरं मा बहुकूटभाषी ॥ २२॥ કુત્સિત સ્વભાવવાળા યતિ કરતાં ગૃહસ્થાશ્રમી પુરૂષ ઉત્તમ છે. (કુયતિ ઉત્તમ નથી જ.) મૂર્ખ ઉત્તમ છે, (પણ) પ્રમાદી (ઈન્ડિયાધીન) વિદ્વાન ઉત્તમ નથી, આંધળા પુરૂષ ઉત્તમ છે, (પણ) બીજાના ધનમાં નજર રાખનાર પુરૂષ ઉત્તમ નથી, મૂંગે માણસ શ્રેષ્ઠ છે. (પણ) બહુ ખોટું બોલનાર ઉત્તમ નથી. ૨૨ એટલું જ નહિ પરંતુ– વિંરાથ. वरं च दास्यं विहितान्यमार्गणारं च शस्त्र्या न परस्त्रिया गमः । वरं विषं मा गुरुदेववञ्चनं, वरं विनाशो न कलङ्किः जीवितम् ॥ २३ ॥ લાભવાળા અન્યાયના રસ્તા કરતાં દાસપણું કરવું સારૂ છે. છુરી સાથે ભેટવું સારું છે, પરંતુ પરસ્ત્રી સાથે ભેટવું સારું નથી. વિષ (ઝેર ખાવું) સારૂં (પણ) ગુરૂ તથા દેને છેતરવું સારું નથી, મરણ સારૂં છે (પણ) કલકી જીવવું સારું નથી. ૨૩ કસાધુઓનું દંભિપણું. રૂપજ્ઞાતિ (૨૪ થી ૨૯ ) पीयूषधारामिव दाम्भिकाः पाक्, प्रगल्भनीयाङ्गिरमुझिरन्ति । पुनर्विपाके खिलदोषधात्री, सैवाशेते बत कालकूटम् ॥२४॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy