SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Wor : ), * चतुर्थ परिच्छेद. સુજન એ સાધુ પુરૂષના ઉપનામને દીપાવનાર છે. કેમકે સાધુની ઓળખ તેમના વેશમાં હોય તેના કરતાં તેમની પ્રતિષ્ઠા તેમાં જીવાતા ગુણ ઉપર વધારે રહે છે. આવા પવિત્ર ગુણનું જ્ઞાન થઈ શકે તે માટે સુજન–સપુરૂષમાં રહેલા ઉમદા ગુણે, પવિત્ર ભાવના અને ઉચ્ચ વર્તન સંબંધે ગયા પરિછેદમાં વિસ્તારથી વર્ણન કરેલું છે. સાધુ પુરૂષના ગુણ જાણવાથી દરેક ગુણની પીછાણ થતાં તે તે ગુણને આ ભ્યાસ કરવાને તક લેવી તેજ મનુષ્ય કર્તવ્ય છે. પરંતુ આવા ગુણ અને ગુણીના અભ્યાસીઓએ દુર્ગુણેથી ચેતવાને પણ શીખવું જરૂરનું છે. કેમકે મનુષ્ય પ્રકૃતિ કંઈ એક સરખી હોઈ શકતી નથી. સૃષ્ટિમાં જેમ સરલ પુરૂષ વસે છે તેમ નિંદકે અને દુષ્ટ ભાવનાવાળા અભવિ મનુષ્ય પણ હોય છે. આવા મનુષ્યને સમાગમ નિર્મળ મનુષ્યને ઉતરતી સ્થિતિમાં મૂકી દે છે. કારણ કે નિર્મળ મનુષ્યનું હૃદય પાણી જેવું સ્વચ્છ અને નિર્મળ હોય છે તેથી જેમ નિર્મળ જળમાં જે રંગ નાખીએ તે રંગ પાણી લે છે તેમ નિર્મળ મનુષ્યના હદય ઉપર સમાગમની છાપ સહજ પડી આવે છે આટલા માટે તેવી દુષ્ટ ભાવનાવાળા મનુષ્યના પરિચય માંથી બચવાને દુર્જન-કુસાધુના વર્તનની ઓળખાણ કરાવવી ઉચ્ચિત સમજી આ ચેથા પરિચછેદમાં તેવા અધિકારો ગોઠવવામાં આવે છે. कुसाधु-अधिकार. આ કુસાધુ-અધિકારને આરભ કરતાં પ્રથમ એક એવી શંકા ઉપસ્થિત થાય છે કે, આ દેષ નિરૂપણ પ્રકરણના વિષયમાં સમય તથા જ્ઞાનને ભોગ આપવા કરતાં સુસાધુ અધિકરણમાં જ કેમ ન પ્રવૃત્ત રહેવું જોઈએ ? પ્રત્યુત્તરમાં જણાવ
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy