SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. તૃતીય વિપત્તિમાં ધર્ય, આબાદીમાં ક્ષમા, સભામાં વાણીની કુશલતા, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં પ્રીતિ અને શાસ્ત્રમાં આસક્તિ, એટલા ગુણું મહાત્માઓને સ્વભાવથી જ સિદ્ધ છે. સુજનેમાં પરહિત વૃત્તિ. વન્તતિલ (૧૧-૧૨) पद्माकरं दिनकरो विकचीकरोति, चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति, सन्तः स्वयं परहिते विहिताभियोगा; ॥११॥ સૂર્ય કમલેને વિકાશી કરે છે, ચંદ્ર પિયણના ઢગને પ્રફુલ્લિત કરે છે અને વાદળું પ્રાર્થના કર્યા સિવાય જલ આપે છે, તેમ સપુરૂષે પોતે પરહિતમાં તૈયાર છે. ૧૧ જૈનેતર શાસ્ત્રોનું કહેવું છે કે કૂર્મપતિ શા વાસ્તે ધરણું ધારણ કરે છે? येषां मनांसि करुणारसरञ्जितानि, येषां वांसि परदोषविवर्जितानि । येषां धनानि सकलार्थिजनाश्रितानि, तेषां कृते वहति कुर्मपतिर्धरित्रीम् ॥१॥ જેઓનાં મન કરૂણારસથી આનંતિ છે, જેનાં વાક્ય બીજાના દોષ (નિન્દા) થી રહિત છે, જેનાં ધને સમગ્ર અર્થિંજનેથી આશ્રિત છે અર્થાત્ જેનું દ્રવ્ય દરેક અથને મળવાથી ઉપયોગમાં આવે છે, તેવા પુરૂષને માટે મહાકૂર્મ (કાચબાનું વરૂપ ધારી પરમાત્મા પિતાની પીઠ ઉપર ધરણને ધારણ કરે છે. ૧૨ " કેવા પુરૂષો દુર્લભ છે. मालिनी मनसि वचसि काये पुण्यपीयूषपूर्णास्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून्पर्वतीकृत्य नित्यं, निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥१३॥ જેનાં મન, વચન અને કાયા પુણ્યરૂપ અમૃતથી પરિપૂર્ણ છે જે પુષ્કળ ઉપકારથી ત્રણે જગને ખુશી કરે છે અને બીજાના થડા ગુણને પર્વત જેવડા મોટા કરી સદા પોતાના મનમાં ખુશી થાય છે, એવા સત્પર કેટલા છે? (અર્થાત વિરલા જ છે) ૧૩ * મન, વચન, અને કાયાથી જે શુભ કાર્યો કર્યા જ કરે છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy