SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ગુરૂ આવશ્યક, સાધુ સરળતા-અધિકાર સાથ મુઠ મારવધવાર ' ઘણા છોકરા એક હોડીમાં બેસીને મોટી નદીમાં સેહેલ કરતા હતા એટલામાં કાંઈ અકસ્માતથી તે હેડી ડુબવા લાગી તેથી ઘણું છોકરાઓ નદીમાં કુદી પડ્યા અને કિનારે પહોંચવા માટે તરફડિયાં મારવા લાગ્યા. એ વખતે ઉભેલા કઈ ભલા માણસે તે છોકરાઓને બચાવવા માટે નદીમાં દેરડું ફેંકયું જે છોકરાએ એ દેરડાને પકડી રાખ્યું તેઓ બચી ગયા, પણ જે છેકરા પિતાના શેર ઉપર મુસ્તાક રહ્યા ને એવું અભિમાન કર્યું કે અમને દેરડાની જરૂર નથી, અમે એમજ કિનારે પહોંચી જઈશું તેઓ નદીના પૂરમાં તણાઈ જઈને ડુબી મુવા. આપણે પણ અનાની છીએ, એટલે તે છોકરાઓના જેવા જ છીએ. આપણું બહાણ તે સંસાર છે. નદી એ કાળને પ્રવાહ છે. કિનારેથી દેરડું ફેંકનાર તે ગુરૂ છે, ને દેરડું તે ધર્મ છે. જેઓએ દેરડું ન પકડયું તેઓ ડુબી મુવા. તેમજ આપણે પણ સદ્દગુરૂએ બતાવેલા ધર્મ ન પાળીએ તે જન્મ-મરણના ચક્કરમાં પડી જઈમ માટે ડુબતાને બચાવે તેવા દયાળુ સદ્દગુરૂની જરૂર છે. આ પ્રમાણે કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. –ચ્છને साधु सरळता अधिकार જે ધર્મ અને નીતિતત્વના વેત્તાઓ છે, તેવા મહાન પુરૂષના હૃદયમાં કદિ પણ વિકાર થતું નથી. આ વિશ્વનું શ્રેય કરવા પ્રવૃત્તિ કરનારા તે મહાત્માઓ સર્વદા નિર્વિકાર વૃત્તિથી રહે છે. ગમે તેવા પ્રસંગે પ્રાપ્ત થાય તે પણ તેમના અમૃતમય હૃદય ઊપર વિકારનું વિષ પ્રસરતું નથી. જેઓ ક્ષુલ્લક વૃત્તિવાળા અને સંકુચિત હદયવાળા છે. તેવાઓને જ આ વિશ્વના વિકારેની અસર થાય છે. વિકારને વશ નહીં થનાર મહાત્માઓ તે જ ગુરૂ પદનેગ્યા છે. તેથી ગુરૂ આવશ્યકને અધિકાર દર્શાવ્યા પછી આ અધિકાર પ્રસંગ દર્શાવવામાં આવે છે. * સ્વર્ગ વિમાન વગ જ ૧પ
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy