________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
તિીય
wwwvivie
nd
પ
गुरु स्तुति-अधिकार.
પદ. રાગ અગમે ઉદાસી. અનુભવી આરે આપણા દેશમાં, વિવેક મળે તે કરીએ ગુંજની વાત જે ગુરૂમુખી જાણેરે આત્મજ્ઞાનને, સચ્ચિદાનંદ કરે સાક્ષાત છે. અનુભવી. ટેક. અભિમાની જાણે નહી ગુરૂ ઉપદેશનેમનમુખી તે જાણે નહી જુગદીશ જે, અનુભવીને પરમગુરૂ પરમાત્મા, તન મન ધન તે સેંપી દે એ શિષ્ય છે, અનુ. ૧ મુમુક્ષુ ઉત્તમરે મળવા દેહ્યલા, અંતર બાહર પરમ ગુરૂ શું પ્રેમ જે; અસત્ય ભાષણ અંતરમાં નવ ઉપજે, સત્ય જ્ઞાનને અવિચળ નેમ છે. અનુ. ૨ સદગુરૂ વિના તેનાં ચિત્ત ઠરે નહી, અભિમાનીના સંગથી ઉપજે દુઃખ જે, ભાળ્યા દીઠા વિણ ભાષણ જે કરે, મેહન સ્વરૂપ સત્સંગથી ઉપજે સુખજો, અનુ. ૩
વિવેકી મળવારે વીરા દેહ્યલા, સત્ય અસત્યને શુદ્ધ કરે વિચારજે, રાગ દ્વેષને સંભવ નહિં ચિત્તમાં, ઉપદેશ કરી ઉતારે પાર જે, વિવેકી, અમને જે વીતી તે વીર વર્ણવું, વૈભવ તજીને લીધે છે વૈરાગ જે; પિડ પડે પણ પરમેશ્વરને પ્રીછવા, સંત સમાગમ કીધે ઉપજે ત્યાગ, વિવેકી ૫ સાધ્ય વિના બોલે તે સનેપાતીયા, એક કહે ઈશ્વર કરે તે થાય છે, એક કહે અદ્રષ્ટથી સરવે ઉપજે, કોઈ કહે છે કાળ થકી નિરમાય. વિવેકી, ૬
આત્મદર્શી ગુરૂ મળીયારે મનના ભાવતા, તેણે કીધેલ મને દેહ છતાં વિદેહજે; હું મારૂં સમી ગઈ મનની માન્યતા, તેણે કરી ટળીયાં ચિત્તથી સુતપિતા ગેહ, આ ૭ પિતાને જાણીને કૃપ મુજને કરી, યે નહીં કાંઈ અપરાધીને કંદ જે આપીને વરદાન ભવ લય ટાળીયું, પાયું મુજને અમૃત બ્રહ્માનંદ જે, આ. ૮ હું અસંગી સંગ નહી મારે આ અંગને, છાશ પડી રહી જેમ માખણ દુર થાય; ભાસું સ સરખે પણ સૈથી વેગળે, રંગ તણે ફાટકમાં ભાસે ન કાંઈ. આ, ૯
રાગ ધનાશ્રી ધેળ. પરમ ગુરૂની પ્રાર્થના.-પ્રાર્થના કરૂ મારા પરમ ગુરૂ, તજીને અહમેવ;
સુરનર કરે સેવ, પરમ ગુરૂની પ્રાર્થના. અગમ અગોચર અનિર્વચનીય, અદૃશ્ય દશ્ય ન કહાય;
જે જન જાએ ખેળવારે, ખેાળણહારે તેમાં ખોવાય પર. ૧૧ + મોહન પદ્ય રત્નાવળી