SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ હિતી ૧ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. વળી– शिष्यपशिष्यावलिदत्तशिक्षा दक्षेषु मुख्याः कृतजीवरक्षाः । चारित्रसंसाधनबद्धकक्षाः, कदमोहोरगभङ्गताक्ष्याः ॥५॥ જેઓ પિતાના શિષ્ય અને પ્રશિષ્યને શિક્ષા આપનારા છે, જેઓ દક્ષ પામાં મુખ્ય ગણાય છે, જેઓ જીવોની રક્ષા કરનારા છે, જેઓ ચરિત્રને સાધવામાં બદ્ધપરિકર રહે છે, જેઓ નઠારા અર્થ તથા મેહ રૂપી સર્વેને ભગ કરવાને ગરૂડ સમાન છે. પર તેમજ अकिञ्चनाः काञ्चनलोष्टतुल्याः, समस्तशोकोब्धृतपापशल्याः । एवं विधाः श्रीनरवर्मराजन्, सदागमज्ञा गुरवो भवन्ति ॥५३ ॥ જેઓ અકિચન-કાંઈ પરિગ્રહ નહીં રાખનાર છે, જેમાં સુવર્ણ અને માટીના હેફાને સરખા માનનારા છે, જેઓ સર્વ પ્રકારના શેક તથા પાપ રૂપી શલ્યને કાઢનારા છે, અને જેઓ સત આગમને જાણનારા છે, (માટે) હે નરવર્મ રાજા, આવા પુરૂષે જ ગુરૂ કહેવાય છે. ૫૩ ૬ કેવા મુનિને જયની આશીષ આપવી? कारुण्यकेलीकलिताङ्गयष्टे, ज्ञानादिरत्नत्रयजातपुष्टे । सध्यानधाराक्षतकर्मसृष्टे, मुनीश जीयाः कृतपुण्यविष्टे ॥५४ ॥ જેને દેહ દંડ કરૂણ-દયાની કીડાને કરનારે છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રણ રત્નોથી જેની પુષ્ટિ થયેલી છે, જેણે શુભ ધ્યાનની ધારાથી કર્મોની સૃષ્ટિને નાશ કર્યો છે અને જેણે પુણ્યમાં પ્રવેશ કરે છે, એવા હે મુનિપતિ! તમે જય પામે. ૫૪ કેવા પુરૂષને લેકે હર્ષથી અનુસરે છે? नद्यः पयोधि नयिनं गुणाघाः, धर्म विवेकी विनयी च विद्याम् । यथानुगच्छन्ति तथा सहर्षाः, श्रेयोविचारमवणं पुमांसं ॥५५॥ જેમ નદીઓ સમુદ્રને અનુસરે છે, ગુણેના સમૂહ નીતિમાન પુરૂષને અનુસરે છે, વિવેકી પુરૂષ ધર્મને અનુસરે છે અને વિનયી પુરૂષ વિદ્યાને અનુસરે છે, તેમ કલ્યાણને વિચાર કરવામાં તત્પર એવા પુરૂષને લેકે હર્ષથી અનુસરે છે ૫૫
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy