________________
[eo]
બળ શકય
(૩૫) મારે કયે દેશ છે? મારે કેણ મિત્રો છે? અત્યારે કહે કાળ વતે છે? કેટલાં આવક અને ખર્ચ છે? હું કેણ છું મારી શકિત કેટલી?–આ સર્વ વાતને વારંવાર વિચાર કરે.
* આચિતવનને મહિમા મટે છે. એનાથી વિચાર કરનાર માણસ પર એક જાતની ચાંપ (brake) રહે છે, એની ઘોડા દેડાવનારી કલ્પનાશક્તિ પર લગામ રહે છે, એના અવ્યવસ્થિત કાય. પર મર્યાદા રહે છે અને નકામી દોડધામ, અવ્યવસ્થિત શક્તિના ઉપવેગ પર અંકુશ રહે છે. એટલે પ્રત્યેક મનુષ્ય પ્રાત:કાળમાં વહેલા, ઊઠી વિચાર કરવા ઘટે કે પોતે કોણ છે? ક્યાંથી આવ્યું છે ? શામાટે અહીં આવ્યા છે ? અહીં રહેવાને ઉદ્દેશ શું છે ? પિતાનું સાધ્ય સાધવા માટે પોતે કેટલાં પગલાં ભર્યા છે ? એ પગલાં સાચાં ભરાયાં છે કે તેમાં મનને મનાવી લેવાની ખાલી ઘેલછા છે ? પિતાની સાચી તાકાત કેટલી છે? પિતાના સાચા સ્નેહીઓ કોણ છે ? તેઓ સાચી સલાહ આપનારા છે ? કે તેને સારી લાગે તેવી મીઠી વાત જ કરનારા છે ? તે પિતે તારા સ્વભાવને કેટલે એાળખે છે ? તું ગામનું સારું ખોટું બોલે છે, પણ તું પોતે ક્યાં ઊભે છે તેની પારાશશી કદી મૂકી છે ? આવા આવા સવાલો પોતાની જાતને પૂછવા જોઈએ અને તેના પ્રમાણિક સાચા જવાબ આપવા જોઇએ.
અને પછી આજુબાજુ કઈ જાતની આબેહવા વર્તે છે તારે સ સ્વતંત્ર છે કે પરતંત્ર છે ? તારો દેશના હિતને માટે તેં શેફાને આપે છે? તારામાં જેટલી શક્તિ હોય તેને ગાપચ્યા વગર તે બને તેટલું દેશહિત કર્યું છે ? તારી સમાજ તરફ કંઇ ફરજ ખરી ? તે