________________
કાર્ય કરાય
" (૩૧) ભયંકર અટવીમાં રખડે છે, દેશ પરદેશ આંટા મારે છે, માટી આકરા દરિયામાં બાથ ભરે છે, આકરી ખેતી કરે છે, કરપી શેઠીઆએની સેવા ઉઠાવે છે, ભયંકર યુદ્ધમાં ઝંપલાવે છે. આ સર્વે લોભની ચેષ્ટાઓ સમજવી.
લોભની ચેષ્ટાઓ અને શાળાઓને પાર નથી. સુભાષિતમાં બતાવેલા પ્રસંગે બરાબર સમજાય તેવા છે. તેને સમજવા માટે બસ વર્ષ પૂર્વેની હિંદની સ્થિતિનો ખ્યાલ કરવામાં આવે તો મેટા અરણ્ય, હાથી, પદાતિ અને રથ તથા ઘેડાની સેનાની લડાઈઓ, જાનમાલની અસ્થિરતા અને પરદેશમાં કમાવાની આશા, શેઠીઆઓને દોર અને દરિયાની સફરોનો ખ્યાલ કરે એટલે લોભના ચાળા પિતાની આંખ સન્મુખ ખડા થઈ જશે. તૃષ્ણાદેવી માણસ પાસે અનેક પ્રકારના ના કરાવે છે, ન કરવાનાં કામ કરાવે છે અને બે બદામના માણસેની. ખુશામત કરાવે છે.
એ તો જૂના જમાનાની વાત થઈ, પણ ચાલુ જમાનામાં આ. તષ્ણુદેવી ભારે ગજબ કરે છે, કાળાં બજારની ઝીણવટ જાણના માણસનાં કામોને વર્ણવવામાં આવે તે રૂંવાં ઊભાં થાય તેવી વાતે. છે. એમાં મનુષ્યદયા કે રાષ્ટ્રભાવના ઉપર હડતાળ મૂકાય તેવા બનાવે બની ગયા છે અને આબરૂદાર દેખાતા માણસેએ દેશદ્રોહ, મનુષ્યો અને આત્મદ્રોહ કરવામાં બાકી રાખી નથી અને લોભને વશ પડીને પ્રાણીઓ ભાઈ ભાઈનાં ગળાં કાપે, રાતદિવસ કારખાનાં થલાવે, ગરીબની ગરજનો બેવડો તેવડો લાભ લે, ઈન્કમટેકસમાંથી બચવા સાચા ખોટા ચેપડા તૈયાર કરે, માલમાં ભેળસેળ કરી ઘીમાં વેજીટેબલ, દૂધમાં પાણી, અળશીમાં છોતરાં અને ઘઉમાં કાંકરી નાખે, હવેના.