________________
ધર્મ કૌશલ્ય
વધારે લ્લિગીર બનાવું છું અને એને પશ્ચાત્તાપને ભેગ બનાવું છું. આ સર્વ એ ભાઇ સાંભળી લે છે.
અને પછી વળી હું એને જરા ઉત્સાહિત કરું છું, એણે એકાદ સારું કામ કર્યું હોય તે એને યાદ આપું છું, કઈ સ્નેહીને જરૂર વખતે મદદ કરી હોય તે તેને ધ્યાન પર લાવું છું. એના જીવનસમુદ્રની ખારાશમાં રહેલી એકાદ મીઠી વીરડીની લહરીઓ તેને લક્ષ પર લાવું છું ત્યારે પણ હું એને જે કહું છું તે સર્વે એ સાંભળી લે છે.
અને વળી કઈ વાર એની અણુછતી નબળાઈઓ એને ધ્યાન પર લાવું છું, એનાં કાળાં ધોળાં એની પાસે રજૂ કરું છું, એના સ્વભાવની ક્લિષ્ટતા, એની ઈર્ષ્યા, અસૂયા અને અંતરના રેગો એની પાસે ગણી બતાવું છું અને આ સર્વ વાત તે ભાવભીના હદયે સાંભળે છે.
આવી આવી ચોખ્ખી વાત જેને કરું છું તેને હું ઓળખું છું, અથવા હું માનું છું કે એને હું બરાબર ઓળખું છું, હું માનતે આવ્યો છું કે હું એને વર્ષોથી ઓળખું છું. આ ભાઈશ્રી જેની સાથે હું સ્પષ્ટતાથી ઉઘાડી રીતે આટલી બધી વાત કરું છું, તે કેણુ? એ તમે જાણે છે કે તમે અનુમાન કરે, ધારે: “તે હું પોતે.”
First Person Singular;