________________
[૮]
ધર્મ કૌશલ્ય આવા લોકોત્તર પુરુષોને આશીર્વાદમાં અનહદ શક્તિ હોય છે, વિચાર-વાતાવરણમાં તયાંશ હોય છે અને વર્તનમાં એકાંત સદગુણનો વિસ્તાર તરવરી આવે છે, એની સુગંધ ચોતરફ વિસ્તરે ત્યારે જગત શાંત થઈ જાય છે. આવા પુરુષોનાં માનસને અભ્યાસ કર્યો હોય તો તેમાં અનહદ શાંતિ, અક૯પ અહિંસા, અસાધારણ ગુણાનુરાગ, અનિર્વચનીય ગુણપ્રદ અને અનુપમેય માધ્યસ્થ દેખાય છે. આવા મૃદુ યાનસવાળા જ્યારે દુર્ગણે સામે સામને કરે છે, દુરાચાર તરફ નજર કરે છે, પાપ તરફ આલોચના કરે છે, નાની બાબતમાં પણ ચોક્કસ થાય છે ત્યારે તેમનાં મન વજથી પણ વધારે આકરા દેખાય છે, ભારે કઠેર જણાય છે અને પ્રાણાતે પણ લાલચને વશ ન થવાની તેમની રીત ભારે આકર્ષક બને છે. આવા દઢ નિશ્ચયી માણસ જે સૌમ્ય અને કઠોર બની શકે છે તેને જાણવા, શોધવા, ઓળખવા મુશ્કેલ છે, પણ એવા લોકોત્તર પુરુષોને જ દુનિયા પૂજે છે અને એમની અસર યુગ સુધી પહોંચે છે. જે યુગમાં આવા લોકેાતર પુરુષો થાય છે તે ધન્ય ગણાય છે અને એ યુગનો મહિમા પણ વર્ષો સુધી ગવાય છે. આવા લોકોત્તર પુરુષને શોધી તેને અનુસરે તે માણસ આંતરદષ્ટિએ સાચે ધમી બને છે અને એનું જીવન સફળ થવા ઉપરાંત એ પ્રગતિને પંથે ચડી જઈ સ્વકલ્યાણ સાધવાના મામૈદારા જનતાનું કલ્યાણ પિતાના જીવતાં દષ્ટાંતથી કરે છે. આપણે આવા ધન્ય યુગમાં છીએ તેનું મૂલ્યાંકન વાતામાં ન થાય, સક્રિય અનુસરણમાં એની સફળતા છે.
वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि । लोकोचराणां चेतांसि, को हि विज्ञातुमर्हति ॥