________________
ઉમે કેશલ્ય
[ ૧૬પ ]
પલટા લે અને પ્રેમની કલ્પના અને જીવનની મર્યાદા વિચારવાથી અમલમાં આવે. એના ઉપયોગમાં એક પાઈને ખર્ચ નથી, એનાં વ્યવહારમાં મહેનત નથી, એના અમલમાં તકલીફ નથી. આવી રીતે વગર પ્રયાસે મળતું ઉચ્ચ પ્રાગતિક જીવન કરવાનો નિશ્ચય કરી લો અને તમે ઉચ્ચ આદર્શ રાખશે એટલે તમારી આસપાસનું વાતાવરણ પણ પલટાઈ જશે અને તમે અસલ ખાનદાન ઉચગાહી ચારિત્રશીલ માણસ છે એવી તમારી છાપ પડી જશે. તમને અંતરનો આનંદ થશે. અંતે ચાલ્યા જવાનું તો છે જ, બધું મૂકીને જવાનું છે, તે આ વગર ખર્ચની માણસાઈ મેટાઈને લહાવો લો અને જીવનને ધર્મમય, આનંદમય, પરોપકારી, ઉપયોગી અને આદર્શવાદી બનાવો. આવા વગર ખરચના ધર્મને જીવવા પ્રયત્ન કરશો એ સાચું ધમ કોશલ્ય છે અને અલ્પ પ્રયાસે સાધ્ય છે.
Kindly words, sympathising attentions, watchfulness against wounding men's sensitiveness -those cost very little, but they are priceless in their value.
H. W. ROBERTSON.