________________
[ ૧૩૮] ધર્મ કૌશલ્ય
( ૬૩) ચાલુ ચીલામાંથી બહાર જવું મુશ્કેલ પણ લાભકારક છે.
મહાપુરુષનું આ ભવ્ય વાક્ય ખૂબ વિચારણું માગે છે. પ્રથમ rut શબ્દનો અર્થ વિચારીએ. એ શબ્દને કોશમાં બેવડો અર્થ આપ્યો છેઃ (૧) ઘરેડમાં કાપ, ચીલામાં તરેડ-આ એક અર્થ છે. (૨) વિષયેચ્છા, મદ, સચિગ. જનાવરો અમુક સમયે સંગ કરે છે તેવી ઈચ્છા. આ બન્ને અર્થમાં એ શબ્દ ખૂબ સમજવા જેવો છે અને તેને ભાવ ધર્મદષ્ટિએ વિચાર્યા છે.
સામાન્ય રીતે મનુષ્ય વિષયને તાબે થઈ જાય છે, ઈદ્રિયના ભેગમાં ડૂબી જાય છે અને એની પ્તિમાં મનખા દેહની સફળતા માને છે. અમુક સમયે જનાવરને પણ વિષયેચ્છા ખૂબ થાય છે અને તેનાથી અળગાં રહેવું એ જનાવર માટે જેમ મુશ્કેલ છે તેમ મનુષ્યને પણ વિષયેચ્છા ઉપર સંયમ રાખવો ઘણે મુશ્કેલ છે. આ વાત પાંચે ઈદ્રિયના વિષયોને લાગુ પડે છે, પણ સંજોગ સંગને-સ્પર્શેન્દ્રિયને ખાસ લાગુ પડે છે. આ ચાલુ સંયોગ પર સંયમ મેળવવો એ આકરી બાબત છે, મુશ્કેલ લાગે તેવી હકીક્ત છે, પણ તે ચાલુ વ્યવહારમાંથી બહાર નીકળી જવું એ આત્મવિકાસની નજરે ખૂબ હિતકારક છે. આત્મવિકાસ સાધવાની ઈચ્છાવાળા ધર્મપ્રિય મનુષ્ય આ દુન્યવી સંભેગ. ની ઘટનાથી દૂર રહેવું એ આકરી બાબત છે, પણ અંતે ચેતનના વિકાસને અંગે ખૂબ લાભકારક છે. વિકાસના પંથે પડવાને ઉત્સુક્તા ધરાવનાર પ્રાથમિક દૃષ્ટિએ સંયમ કેળવે એ ઈચ્છનીય છે, ગની શરૂઆત સૂચવનાર વિકાસ માર્ગના પંથીને પહેલી જરૂરિઆત સૂચવનાર આ સૂત્ર છે અને એને ભાવાર્થ સમજવામાં અને એને અનુસરવામાં શુભ શરૂઆતનું સ્થાન છે.
એ rut ને અર્થે ચાલું ઘરેડ-ચીલે કરીએ ત્યારે તે આ ભાવ