________________
ધર્મ કૌશલ્ય
+
[૧૦૩]
હજારે લાખેનાં ભરણું થતાં હોય ત્યાં વરસ પછી કોઇના જોડાને પગરવ દેખાતું નથી, જ્યાં આશીર્વાદ દેવા આજે અનેક તલપાપડ થતા હેય છે ત્યાં થોડા વખત પછી ખબર પૂછવા પણ કોઈ આવતું નથી, જેને લકે ગાંગજીભાઈ શેઠ કહી બેલાવતા હતા તેને હવે ગાંગલો કહીને લાવે છે. આ સર્વ લક્ષ્મી દેવીની માયા છે. એ હેય છે ત્યારે હજાર જાતના તેફાન કરાવે છે, માણસને ગાંડે બનાવી મૂકે છે, એની આંખમાંથી શરમ ઉપાડી મૂકે છે, એને ખુશામતપ્રિય બનાવી દે છે અને એની જીવન પરની દષ્ટિ ફેરવી નાખે છે. દુનિયા જાણે એની મોરલી પર નાચતી હોય, સંસાર જાણે એને તાબેદાર હેય, વિદ્વાને અને પંડિતો જાણે એની ચિઠ્ઠીના ચાકર હેય, એવો. એનામાં નાદ આવી જાય છે, એ એનામાં ફેંકાર આવી જાય છે પણ વસુ વગરને થતાં એ પશુ બની જાય છે. લક્ષ્મીને ગળમટોળ દડા જેવા લેઢાના તબક પર અસ્થિર ઊભી રહેતી કલ્પવામાં આવે છે. એ કયાં જશે, એને પગતળેને દડો કઈ બાજુ સરકશે એ કાંઈ કહેવાય નહિ, પણ એ સ્થિર રહી શકતી નથી, આડીઅવળી તગડાયા કરે છે, અને ચલક ચલાણાની પેઠે આજે અહીં હોય તે, થોડા વખત પછી એલે (બીજે ઘેર ભાણું માંડે છે. ખરેખર લક્ષ્મી ચળ છે અને અત્યારના કાળા બજારના દિવસેમાં કઈકને લાખેષતિ થતાં અને ધૂળમાં રગદોળાઈ જતાં નજરે જોઈએ છીએ.
- અરે લક્ષ્મી તે શું ? પણ ખૂદ જીવતર પણ એવું જ અસ્થિર છે. કાર્યક્રમ વરસેન ગોઠવાય અને પાંચમે દહાડે અંદરને એક મુદ્દામ દાણે ખસી જાય અને આખી બાજી ઊપાડી લેવી પડે અને માણસ ધનતપનત થઈ જાય. આજે ગીત ગવાતાં હોય ત્યાં કાલે મરસિયાં લેવાય, આજે મુજરા લેવાતા હોય, ત્યાં કાલે હે વળાતાં દેખાય, આજે જયનાદ બેલાતા હોય ત્યાં કાલે પ્રાણપોક મૂકાય! આવું