________________
પિતાના હાથી જીવે, પૂરતા મેજથી મોટા થાય. પછીના ચાલીશથી
સાઠ સુધીમાં ધેડાની જેટલી દોડાદોડી કરે, પરદેશ રખડે, ડુંગરો - એળગે, આંટા ફેરા કરે, હડિયાપાટુ ખાય અને અહીંથી તહીં અને
ત્યાંથી પણ ગોળાય. આમ કરતાં કદાચ સાઠ સુધી પહોંચે તો પછીના વશ વર્ષમાં બળદનાં હાલ થાય. બેજે જવાભાવારી ઘણી વધી જાય, જોતરાં ખૂબ ખેચે, દાંત પડી જાય, ખાય ડું અને વેંઢારે ઘણું, સંતતિને બેજે, વેપારની લેવડદેવડના ઘસડબેરા અને નાતજાત, જમણ સર્વ બંધ થાય, માથે ધળું બાંધવું પડે, જમવામાં જગલો અને ફૂટવામાં ભગલાની દશા થાય અને જાનમાં છેકરોએ જાય ત્યારે આભડવા જવાનું ભાઈને માથે અને આમ જોતરાં ખેંચતાં કદાચ એંશીએ પહોંચી જાય ત્યારે પછી બગલા ભગત બને. આ દિવસ ભગતની જેમ ડેક ઊંચી રાખે કે એકાદ દેડકું આવી જાય તે ટપ દેતી ડેકને નીચી કરી દેડકાને ગળી જાય અને પાછે ભગત થઈડેક ઊંચી કરે. આવા તેના હાલ થાય. ચાલીશથી સાઠ ઘોડાને અવતાર, એંશી સુધી બળદનાં જોતરાં અને એંશી પછી બગભગતપણું. આવી એની સે વર્ષની કરણી છે. બાકી ભગવાન આવા ફેંસલા કરે નહિ, એને આવી હાલાકી હેય નહિ, પણ વાત સમજવા જેવી છે. એમાં ઊંડું હસ્ય છે. ધર્મકોશલ્યની એમાં ચાવી છે. -
आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्घ गतं . स्यार्थस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः । शेष व्याधिवियोगदुःखसहितं सेवादिभिनीयते जीवे वारितराबुद्बुदसमे सौख्यं कुतः प्राणिनाम् ॥
- હરિ