________________
વાતચીતમાં એર પ્રકારની ખાનદાની હોય છે, એના વિવેક કે સભ્યતામાં ભાત પાડે તેવી નિયળતા હોય છે, એના વિચારર્શનમાં આર્શ પ્રૌઢતા હેાય છે, એની ચાલમાં ભાવભર્યો પ્રતાપ હેય છે, એની બોલીમાં ફૂલ કે મેતી ઝરતાં હોય છે અને એના વાતાવરણમાં આહલાદજનક કાંતિ, શાંતિ અને સૌરમ પ્રસસ્તી હોય છે. એના જીવનના કોઈ પણ પ્રકારમાં ખૂબ ખેંચાણ હોય છે, એના સંસર્ગમાં ઉગતતા હોય છે, એના પરિચયમાં હયંગત પ્રેમના ચમકારા મારતા હોય છે અને એની સાથે કામ પાડવામાં મન વિકાસ પામતું રમણ કરી રહે છે. આવા પ્રકૃતિસિદ્ધ મહાન પુરુષો સામે ગમે તેવી લાલચ આવે, ગમે તેટલા તાત્કાલિક લાભના પ્રસંગે આવે અને ગમે તેવી સાચી બેટી લીલો કે દાખલાઓ બતાવવામાં આવે તે પણ એવા સિદ્ધ મહાપુરુષને સાચે માર્ગેથી ચાતરી શકાય નહિ. એ તરડાય પણ નહિ કે આડી નજરે એ નીચે રસ્તે ઊતરે નહિ.
એને કદાચ તાત્કાલિક નુકસાન ખમવું પડે, ભેગ આપવું પડે કે અવ્યવહારુપણને આક્ષેપ સહન કરે પડે, તે તે ખમશે, પણ એ મેટાઈને ત્યાગ નહિ કરે. એ પિતાની સગવડને ભેગ આપે. પૈસાને લાભ જ કરે અને જરૂર પડે તે પોતાને લાભ જ કરે, પણ એ ન્યાય માર્ગને છોડે નહિ, પિતાનાં આર્શીને જતાં કરે નહિ, લાગણીને વશ બની જાય નહિ અને પિતાની સંતતિને વારસો ન આપવાની કે એ આપવાની સ્થિતિમાં પણ એ પિતાની જાતને વેચે નહિ. એને મનમાં ન્યાય, સત્ય, સહાનુભૂતિ, મૈત્રી એવાં તે જામી ગયેલા હોય છે કે એનાથી સ્વભાવતઃ બીજું કાંઈ થાય નહિ, બીજું આડુંઅવળું કરવાને એના મનમાં સંલ્પ પણ થાય નહિ અને એના સદાચરણ કે વિવેકી વતનમાં જરાપણું ફેર ન પડે.