________________
૮૦ અધધધ.....આ લઈને હમણાં ચાલ્યા જશે. બસ પછી તુરત જ આ જુગારીઆઓએ સમ્મિલિત થઈને કાવતરું રચ્યું. આજે જ ખતમ કરીને પૈસા છીનવી લેવાના નિર્ણય ઉપર આવી ગયા. શરૂઆતમાં ખુબ જ દારુ પીવડાવવામાં આવ્યો. પછી આ લોકેએ તીક્ષણ તલવાર જેવા તીખા ધારીયાથી માથું અને ધડ જુદાં કરી કાઢયા. કયાં માથું અને ક્યાં ધડ બંનેને અલગ અલગ દાટી દેવામાં આવ્યાં. સમય ઘણે જ વીતી ગયો. મધ્યરાત્રી જવા આવી તપણું આ કુંભાર ઘરમાં નહિ આવે. ચોતરફ શેધાશોધ થવા માંડી. પોલીસ સ્ટેશન પર ખબર આપવામાં આવી. પિલી સપાટીએ ચાંપતી તપાસ કરવા માંડી. પરિણામે ધડ તે શેધી કાઢયું પણ માથાને પત્તો નહિ. કાર્યકર એવં નાગરિક જન પણ તપાસમાં લાગી ગયા. કુંભારની પત્નીનું રૂદન પત્થર સરીખા પાષાણ હદયને પણ રડાવી મૂકે એટલી ભયંકર રીતે આકન્દ કરવા લાગી. આ બાઈનું રૂદન દરેકને સ્પર્શી ગયું હતું. આ બાઈ પ્રત્યે સૌને લાગણી થઈ આવી હતી. પેલા પ્રચંડ પાપાત્માઓ વિમાસણમાં પડયા કે આ બાઈનુંય કાટલું કાઢી નાંખીએ તે જ. નહિ તે આપણે બચવાના નથી જ. પરન્તુ આ કાવતરાનો બાઈને ખબર પડી ગઈ. બાઈએ જાહેર કર્યું કે જ્યાં લગી મારા પતિનું માથું નહિ મલશે ત્યાં લગી મારે ખાવું પીવું હરામ છે. આવા સત્યાગ્રહ ઉપર ઉતરી ગઈ. પરિણામે
થે દહાડે પતિનું મસ્તક મળી ગયું. આ રીતે ધડ ચાર દિવસે અગાઉ મળી આવ્યું હતું અને માથું ચાર દિવસ