SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કિન્તુ મંત્રીશ્વર ઉપાશ્રયમાં ગુરૂ સમીપે પૌષધ ઉચ્ચારીને બેઠા હતા. રાજાએ મંત્રીને બેલાવવા સીપાઈ લેકને મોકલ્યા. ઘેર નહિ હોવાથી સતાવાર સમાચાર મુજબ સીપાઈ લેકે ઉપાશ્રયે જઈ પહોંચ્યા. સંદેશે સંભળાવ્યો કે મહારાજા આપને શીધ્રાતિશીધ્ર બેલાવી રહ્યા છે. સામાન્ય માણસે રાજાની આજ્ઞાને કેઈપણ સંજોગોમાં અવગણે નહિ. પૌષધ છોડીને પણ દેડી જાય. મનમાં એમ જ માની બેસે કે પૌષધ હવે પછીની પર્વતિથિએ લઈશું પણ રાજાના વટ. હુકમને અનાદર કેમ થાય? યદિ મહારાજાના હુકમને તાબે નહિ થઈએ તે દેહાંત દંડની સજા ભોગવવાને વખત આવે. કેમ કે મહારાજા અને યમરાજા આ બંનેમાં સામ્ય હોય છે. માટે રાજાના વટહુકમને તાબે થવા માટે કદાચ ધર્મ જોખમાય તે પરવા નહિ. આવા તુચ્છ વિચારેની આંધીમાં સાધારણ જન અટવાઈ મરે. પરંતુ આ મંત્રીશ્વર નિજધર્મના પાલન માટે પ્રાણની પણ પરવા કરે તેવું નથી. ભલેને દુનિયાનો સાર્વભૌમ સત્તાધીશ કેમ ન હોય ! પરતું ધર્મ મહારાજાનું હનન કેઈપણ સંગોમાં નહિ જ કરૂ નહિ -જ કરૂં નહિ જ કરૂં. મંત્રીશ્વરે વિવેકભર્યા સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે આજે મારે પૌષધવ્રત છે માટે આજે તે નહિ જ આવી શકું. બસ આ સંદેશ લઈને આવી પહોંચેલા સીપાઈએ એ રાજાને સંદેશ આપ્યો કે આજે મંત્રીશ્વરને પૌષધવત છે એટલે નહિ જ આવી શકે. આ સાંભળીને રાજા એકાએક સમસમી ઉઠે. અરે મારી આજ્ઞાનું ઉલંધન અને તે પણ મંત્રીશ્વર મારા વટહુકમને
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy