SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ એક અંગૂઠાની આકૃતિનું પણ વિશ્વમાં કેટલું વર્ચસ્વ છે તે પછી આપણા દેવાધિદેવની પ્રતિમાનું પ્રભુત્વ પૃથ્વીના પ્રાંગણમાં કેટલું હોવું ઘટે તેને સીધે અને સાદો ઉકેલ વાંચક સ્વયં કરી લેશે. જ્યારે મૂર્તિને માન્યતા આપવાનો અવકાશ આવે છે. ત્યારે ખભે ઉંચનીચો કરીને તે વાતને વાહીયાત માને છે. મતિના વિષયમાં મૌન સેવના સજ્જને પિતાના પ્રિય પાત્રને ફેટો જોતાં અંતરમાં કેટલો આહાદ અનુભવતા હોય છે અને પિતાના જ દુશમનનું રેખા ચિત્ર નીરખતાં નયનોમાંથી નીરના બદલે તીર છૂટે છે આખેમાંથી અંગારા વરસતા હોય છે. આ રીતિએ તમારા દ્વેષી અને પ્રેમીની પ્રતિકૃતિનું પ્રક્ષણ કરતાંની સાથે જ તમારા મનોગત ભાવના પર્યાયે પલટાતા હોય છે બસ કરો મહેરબાન ! હવે મૂલ વાત ને વધાવી લ્ય ને ! અને તેમાં તમારું શ્રેય અને સિદ્ધિ સમીપસ્થ છે. ચાલે ત્યારે મૂળ વાતને આપણે સૌ કોઈ સ્વીકૃતિ કરીએ. મૂતિ એ જડ નથી પણ વડ છે એ વડલા નીચે વિસામે લઈને અમે અમારા હૈયાને હળવાં કરી કૃતાર્થ થઈશું બેલ જૈન શાસન દેવકી જય જય જય રામાયણમાં રામચન્દ્રજીએ મોકલેલ મુદ્રિકા મલતાં લંકામાં બેઠેલા સતી સીતાજીનું હૈયું હર્ષના હલે ચડ્યું હતું. સાથે સાથે શ્રીમતી સતી સીતાજીએ પ્રેમપહાર તરીકે મોકલેલાં કંકણથી કન્કિંધામાં બેઠેલા રાજા સમચન્દ્રજીના અંતરમાં અમૃત રસનો અનુભવ થયે તે
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy