________________
(૫૨)
આર્યાવર્તની એક નર્તકીના મગજમાં પણ પિતાના સતીત્વના સંરક્ષણની કેટલી ખુમારી પડેલી છે અને તે ખૂમારીને આ જીવન ટકાવી રાખવાની કેટલી તમન્ના છે. પિતાની આજીવિકાની જેટલી તડપ નથી તેના કરતાં પણ અધિકાધિક પિતાના સતને અકાટય રાખવાની અભિલાષા હતી. મહારાજા સિદ્ધરાજ જયસિંહના પિતા રાજા કર્ણ દેવની પટ્ટરાણી મીનલદેવી રૂપ રંગે શ્યામલ શી હતી. તેથી કર્ણદેવ રાજા સંતુષ્ટ રહેતે નહિ હતે. કર્ણદેવ રાજા પિતાની પટ્ટરાણીને કયારેય બોલાવતા નહિ હતા. રાજા હંમેશાં ચિતિત રહેતા હતા. અનંગ દેવની વધુ પ્રમાણમાં સતામણ ચાલુ હતી.
' રાજાની સમીપે અભિનય સાથે નૃત્ય કરનારી રાજનર્તકી નમુંજલા ઉપર રાજવી મહમુગ્ધ બનેલે હતે. કિન્તુ અન્તરની વ્યથાની કથા કઈને કહી શકતા નહિ પરિણામે શારીરિક પરિસ્થિતિ બીલકુલ કથળતી ગઈ, કામજવર અત્યંત પીડવા લાગ્યું. મંત્રીશ્વર મહાન બુદ્ધિશાલી હતો. રાજા દિન પ્રતિદિન દુર્બલ થતો હોવાનું કારણ સમજી ગયેલ હોવા છતાં મંત્રીએ વિવેક ભર્યા શબ્દોમાં પૂછયું કે નેક નામદાર મહારાજાધિરાજ ! સત્ય કહે. શ્રીમાન દિન પ્રતિદિન ક્ષીણ કેમ થતા જાય છે ? મંત્રીશ્વરના અતિ આગ્રહને વશ થઈને રાજાએ પિતાના મનની