________________
७४
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ન્યૂનાધિકપણે વર્તે જ હેવા છતાં જ્ઞાનશક્તિને ઉપયોગ, જોયા સિવાય યપદાર્થને જીવ જાણુ શકતું નથી. અને તેવી રીતે યપદાર્થને જાણવા માટે કરવી પડતી કિયા પ્રવૃત્તિ તે આત્માને વીર્યગુણના ફુરણવિના થઈ શકતી નહિં હેવાથી સેયપદાર્થને જાણવા ટાઈમે જ્ઞાનગુણની થતી ક્રિયા પ્રવૃત્તિ ટાઈમે આત્માના વીર્યગુણનું અસ્તિત્વ આવી જ જાય. છે. માટે મોક્ષમાર્ગના સાધનેમાં સમ્યજ્ઞાનથી ભિન્ન, વીર્યગુણને પણ કહેવાની જરૂર રહેતી નથી.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર પૈકીનું એક પણ સાધન ન્યૂન હોય, ત્યાં સુધી પરિપૂર્ણ મિક્ષ થઈ શકતો નથી. આ ત્રણ સાધને પૈકી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તે અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એક બીજાને છેડીને રહી શકતાં નથી, તેવી રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એક બીજા સિવાય રહેતાં નથી. પરંતુ સમ્યક્રચારિત્રની સાથે એમનું સાહચર્ય અવશ્યભાવી નથી. કારણ કે સમ્યફચારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિને ક્રમ પ્રમાણે સમ્યફચારિત્ર માટે એ નિયમ છે કે જયાં તે હોય ત્યાં એની પુર્વનાં સમ્યગ્દર્શન. અને સમ્યજ્ઞાન એ બને સાધન અવશ્ય હોય છે. એટલે. સમ્યફચારિત્રની સાથે સાથે એ બન્નેને પણ વિકાસ થત જ રહે છે. માટે જ ગુણસ્થાનકમારેહ તે ચારિત્રના જ વિકાસરૂપે દર્શાવ્યું છે. તેમાં પ્રથમ તો ચારિત્રને સમ્યક્રસ્વ