________________
સમજાય એવું પુસ્તક, મેગ્ય અધિકારીના હાથે લખાય તે ઘણાને ઉપકારક બને. આ દષ્ટિથી, વાવ (બનાસકાંઠા)ના સુશ્રાવક માસ્તર ખૂબચંદભાઈ કેશવલાલે આત્મ વિજ્ઞાન અંગેનાં પુસ્તક લખવાનો જે પ્રારંભ કર્યો છે, તે ઘણો આવકારપાત્ર છે.
આત્મવિજ્ઞાન ભાગ પહેલામાં આત્માના અસ્તિત્વની વિસ્તારથી સિદ્ધિ કરીને, તથા આત્માનું સહજ અજરામર સચ્ચિદાનંદ સ્વરૂપ શાથી ઢંકાયેલું રહે છે, અને તેણે વિવિધ શરીરે કેમ ધારણ કરવાં પડે છે, તેનું પદ્ધતિસર વિવેચન કરીને આ આત્મવિજ્ઞાન ભાગ બીજામાં તેમણે આત્માના સમ્યગૂજ્ઞાન આદિ ગુણનું વિસ્તારથી ક્રમસર વર્ણન કર્યું છે. તે પ્રસંગે, સામાન્ય માણસને ચક્રાવામાં નાખી દે તેવી દાર્શનિક ક્ષેત્રમાં પ્રવર્તતી વિવિધ અટપટી વિચારધારાઓનું અત્યંત સરળ અને વિશદ ભાષામાં વિવેચન કરીને, જેનદર્શનના અનેકાન્ત વાદને આશ્રય લેવાથી બધા વાદોને કેવી રીતે ઉકેલ આવી જાય છે અને સમન્વય સધાય છે તેનું સુંદર આલેખન તેમણે કર્યું છે.
અનેકાન્તવાદ એ જૈનદર્શનને મુદ્રાલેખ છે. સ્યાદ્વાદ, અપેક્ષાવાદ, વિભજ્યવાદ, મધ્યમપ્રતિપદા વગેરે તેનાં જ જુદાં જુદાં નામ છે. વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને પણ Relative Reality સાપેક્ષ “સત્ય છે એમ કહીને અનેકાન્તવાદને જ સ્વીકાર કર્યો છે.
સ્યાદ્વાદ એ ખરેખર તવચર્ચા પુરતે જ માત્ર વાદ નથી. એ તે સત્યને જાણવાની તથા સુંદર અને ઉત્તમ જીવન જીવવાની એક અનોખી દિવ્યદૃષ્ટિ છે. જીવનમાં સ્વસ્થતા, સમતા-રાગદ્વેષ રહિતતા, તથા સત્ય–ગ્રાહકતા પ્રગટાવવા માટે જીવનમાં સ્યાદ્વાદ વણી લીધા વિના ચાલે તેમ જ નથી. સત્યના ઉપાસકે દૃષ્ટિ અને જીવન, બંનેને સ્યાદ્વાદમય બનાવવાં જોઈશે. સમગ્ર લેક વ્યવહાર પણ ખરેખર તો અનેકાન્તવાદ ઉપર જ ચાલી રહ્યો છે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તથા