________________
માંથી જ્યારે મેં, જે કંઈ વાંચ્યું, વિચાર્યું, અને તે સમયે ટુંકમાં જે નોંધસંગ્રહ થતો રહ્યો, તેને નવીન યોગ્ય વસ્ત્રપરિધાન કરાવીને, શ્રી સર્વજ્ઞ ભગવંતના વચન પ્રત્યેની બહુમાન દ્રષ્ટિએ આ પુસ્તકરૂપે રજુ કર્યું છે. વાંચકોને મારી રજુઆત એગ્ય લાગશે કે કેમ ? તે તો વાંચકે પોતે જ વિચારવાનું છે.
આ વિષયમાં મારા અલ્પજ્ઞાનના કારણે, ભગવાન શ્રી જિનેશ્વર દેવોના વચનથી વિપરીત કંઈ મારાથી લખાઈ ગયું હોય, તે તેનો
ખ્યાલ મેળવવા માટે, આગમરસિક અને ઘટ્રદર્શનવેત્તા પરમપુજ્ય મુનિવર્ય શ્રી જંબુવિજ્યજી મહારાજ સાહેબને આ પુસ્તકના મુદ્રિત ફરમાઓ જોવા માટે મોકલેલ. તેઓશ્રી આગમસંશોધનના કાર્યમાં અહર્નિશ અને અવિરત, કાર્યશીલ હોવા છતાં, મારા પર કૃપા કરીને તે મુદ્રિત ફરમાઓ વાંચીને, મને કેટલીક અમૂલ્ય સુચનાઓ આપી છે તે માટે તે પુજ્યશ્રીને હું હાર્દિક આભાર માનું છું. અંતે વિષયની વિચારણા, લખાણ અને મુદ્રણ સુધીના પ્રસંગ દરમિયાન જે કંઈ ખલન થવા પામી હોય, તે સર્વ માટે “મથ્યા મે દુષ્કૃતમ” ઈચ્છી વિરમું છું.
વાવ (બનાસકાંઠા) ] વિક્રમ સંવત ૨૦૩૫
કે વીર સંવત ૨૫૦૫ પિષ શુકલ પંચમી |
પારેખ ખુબચંદ કેશવલાલ