________________
૪૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જાણી શકનાર જ્ઞાનને કેવલજ્ઞાન કહેવાય છે. માટે જ કેવળજ્ઞાની તે સર્વજ્ઞ છે. તે કેવળજ્ઞાન સદાકાળ શાવતું વતે છે. જીવની જ્ઞાનશક્તિની તે અતિમ પરાકાષ્ટાન છે. તેથી આગળ, કોઈપણ જાતની વિશેષ જ્ઞાનશક્તિનું અસ્તિત્વ હેઈ શકતું નહીં હોવાથી તે જ્ઞાન, પૂર્ણજ્ઞાન છે. દરેક સર્વજ્ઞનું આ જ્ઞાન, એક સરખું જ હોવાથી કોઈપણ સર્વજ્ઞપ્રરૂપિત તત્વજ્ઞાનમાં અન્ય સર્વ પ્રરૂપિત તત્વજ્ઞાનથી વિપરીતતા અગર જૂનાધિકતા હતી જ નથી.
આ રીતે આત્માની જ્ઞાનશક્તિ, વિવિધ સ્વરૂપે આત્મામાં દેખાય છે. પાંચજ્ઞાને પૈકી જેને સંપૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાનઅનંતજ્ઞાન કહેવાય છે, તેવું જ્ઞાન, દરેક જમાં પ્રચ્છન્નભાવે સત્તારૂપે તે રહેલું જ છે. પરંતુ વાદળઘટાથી આચ્છાદિત રહેલ સૂર્યનાં કિરણોનું તેજ, વાદળઘટાના વિખરાઈ જવાથી જ પ્રકાશિત બને છે, તેવી રીતે કર્યાવરણથી આચ્છાદિત જ્ઞાનશક્તિ, જેમ જેમકમવરણ ઓછું થતું રહે છે, તેમ તેમ તે વધુ પ્રકાશિત બને છે. અને આવરણના સંપૂર્ણક્ષયે પૂર્ણભાવે પ્રગટ છે. વાદળઘટાથી આચ્છાદિત બની રહેવા ટાઈમે સૂર્યકિરણોના તેજનું કંઈ નાસ્તિત્વ નથી. પરંતુ પ્રચ્છન્નભાવે અસ્તિત્વ તે છે જ. અને વાદળઘટા વિખરાઈ ગયા બાદ તે સૂર્યકિરણોનું તેજ આવિર્ભાવે અર્થાત્ પ્રગટરૂપે વર્તે છે. એવી રીતે કર્યાવરણુટાઈમે આત્માનું જ્ઞાન, પ્રચ્છન્નભાવે, અને કમવરણની નષ્ટતાએ તે જ્ઞાન આવિર્ભાવે પ્રગટે છે.
જ્યાં સુધી પૂર્ણભાવે, જ્ઞાન પ્રગટ ન થાય, ત્યાંસુધી આવરણ કમની ન્યૂનાધિકતાને અનુસારે આત્માની જ્ઞાનશક્તિ, અપૂર્ણ