________________
ભૌતિક આવિષ્કારોમાં સુખની ભ્રમણ
૨૯:
જ્ઞાનરહિત કેવળ જડના જ આવિષ્કારે, અને ચેતનનાજ્ઞાનપૂર્વકના જડના આવિષ્કાર, એ બન્નેનું સ્વતંત્ર મહત્વ છે. બન્નેય સત્યની મંજિલ પર પહોંચવા ઈચ્છે છે, પરંતુ ચેતનના ખ્યાલપૂર્વકના જડપુગલના આવિષ્કારને વિકાસ મુખ્યત્વે તે આત્મવાદના રૂપમાં જ છે. એવા વિકાસથી મનુષ્યને ક્ષમા, સંતોષ, અહિંસા, સત્ય આદિની પ્રાપ્તિ થાય છે. જ્યારે ચેતનને ભૂલી જઈ જડના જ આવિષ્કારોને વિકાસ આધિભૌતિક જ રહ્યો છે. કેવળ ભૌતિક સામગ્રીથી જ મનુષ્ય ભલે આનંદથી જીવી શકે, પરંતુ ચેતનને ભૂલી જઈને માત્ર ભૌતિક સાધનોના ઢગલાઓથી વાસ્તવિક શાંતિનો અનુભવ કે ભૌતિક આવિષ્કારની પૂર્ણ સત્તા કદાપિ. પ્રાપ્ત થવાની નથી.
ચેતનના આવિષ્કારની સમજરહિત કેવળ જડના જ આવિષ્કારની દ્રષ્ટિ તે બાહ્યદષ્ટિ છે. અને ચેતનના આવિષ્કાર પૂર્વકની જડના આવિષ્કારની દૃષ્ટિ તે આંતરદૃષ્ટિ છે. આંતરદષ્ટિને પ્રાપ્ત કરવાની પ્રેરણ કરતું પદાર્થવિજ્ઞાન જ આત્માને. શાંતિની નજીક લઈ જાય છે. આંતરદષ્ટિને પ્રાપ્ત મનુષ્ય જ સમજી શકે છે કે જડપદાર્થો કરતાં ચેતન તે અચિંત્યશક્તિધારક છે. ચેતનને પોતાની અચિંત્ય શક્તિઓની પ્રગટતાથી પ્રાપ્ત થતા સુખની આગળ, ભૌતિક સામગ્રીની. અનુકુળતાથી પ્રાપ્તસુખ તુચ્છ છે, ત્યાજ્ય છે, પરાધીન છે, નશ્વર છે.
સામાન્યબુદ્ધિવંત કદાચ માનવા લલચાશે કે જેનાથી એશ આરામ મળતું હોય તેવા જ્ઞાનનું દૃષ્ટિબિંદુ શા માટે.