________________
સત્યની શોધ
૨૫
સાપેક્ષવાદ-સ્યાદ્વાદ યા અનેકાન્તવાદ જ છે. તે સ્યાદ્વાદ શું છે? સત્ય પ્રરૂપણામાં અને સત્ય પામવામાં તથા વિશ્વશાંતિ માટે તે કેવે અને કેવી રીતે ઉપયોગી છે, અને વિવિધસ્વરૂપે તે કેવી રીતે ગ્રાહ્ય છે, તેની સવિસ્તૃત હકિકત આગળ વિચારાશે. અહિં તે માત્ર એટલું જ જાણવું ઉપયેગી છે કે વસ્તુતત્વમાં યથાર્થ સત્યની શોધ તે આ અનેકાન્તવાદ ચા સ્યાદ્વાદથી જ થઈ શકે છે.