________________
૨૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨
ભગવંતે બધાય દોષમાંથી મુક્તિ મેળવી પૂર્ણજ્ઞાન–કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ તેઓ આ બધી હકીકત જગત સમક્ષ રજુ કરે છે.
આ ઉપરથી સમજાશે કે કેઈપણ વસ્તુનો નિર્ણય કરવા માટે એની જુદી જુદી બાજુઓ તરફ, એના ઘણા છેડાઓ તરફ નજર નાખવી પડશે. કારણ કે એક જ વસ્તુમાં અનેક ગુણધર્મો હોય છે. તદુપરાંત એ પ્રત્યેક વસ્તુમાં “પરસ્પર વિધી” એવાં પણ તત્ત્વ એકી સાથે રહેલા હોય છે. એટલે વસ્તુમાત્ર, પરસ્પર વિરોધી એવા અનેક ગુણ ધર્માત્મક છે. આ વિરોધી ગુણધર્મો, એકાંતદષ્ટિથી નહિં દેખાતાં અનેકાન્ત દષ્ટિથી જ જોઈ-સમજી શકાય છે.
શ્રી તીર્થંકર પરમાત્માઓએ પ્રરૂપિત તત્ત્વજ્ઞાનના સંગ્રહરૂપ જૈનાગમાં વિવિધતનું વિવિધ સ્વરૂપે વર્ણન દર્શાવતાં, એકએક તત્વને વિવિધ જગ્યાએ કઈકઈ જાતની વિવિધ દષ્ટિને અનુલક્ષીને વર્ણન કરાયેલું છે, તેની સમજ પ્રાપ્ત કરનાર જ જૈનાગના તત્વજ્ઞાનને સત્યરીતે સમજી શકે. કારણ કે જૈનતત્ત્વજ્ઞાનને પાયે જ સાપેક્ષવાદ યા સ્યાદ્વાદ અને અનેકાંતવાદ ઉપર ચણાયેલે છે. માટે જ ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજે જૈનપણાનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે –
સ્યાદ્વાદ પૂરણ જે જાણે, નયગર્ભિત જસ વાચા ગુણપર્યાય પ્રવ્ય જે બુઝે, સેહી જૈન હૈ સાચા. પરમગુરૂ! જન કહે કયું હવે.