SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યની શોધ ૧૭ જીવનમાં જેઓએ હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, અને તૃષ્ણાદિ દુર્ગુણને કર્તાવ્ય માની તેનું સેવન કર્યું ન હોય, ભેળપદાર્થની તૃષ્ણામાં આસક્ત બની મસ્ત ન રહ્યા હોય, ભૌતિકમાયામાં ફસાઈ જઈ આત્મજીવન વ્યતીત કરવામાં આકાંક્ષી રહ્યા ન હોય, આ તે ઈશ્વરની અલિપ્ત લીલા છે એવા પ્રપંચથી લેકને ઠગવાને જેઓએ પ્રયત્ન કર્યો ન હોય, પરંતુ કર્મજન્ય ઉપાધિઓને સહન કરી સુઅવસરની પ્રાપ્તિમાં સંસારીક પ્રપંચને ત્યાગ કરી, રાજ્ય, ધન, સ્ત્રીપુત્રાદિ કુટુંબ પરિવારને વસ્ત્રપર પડેલી ધૂળનીમાફક દુર કરી, ઘેર તપશ્ચર્યાકરી, અણસમજુ લેકે દ્વારા ઉત્પન્ન કરેલ અનેક પરિષહો–કષ્ટો-ઉપદ્ર-તાડના–તર્જન–અપમાન તથા ઉપસર્ગોને એકાંત ક્ષમાભાવથી, રાગદ્વેષરહિત, પ્રસન્ન અંતઃ કરણથી દ્રઢતાપૂર્વક સહન કરી, અનાદિકાળથી આત્માની સાથે વળગેલાં કર્મોને આત્માથી અલગ કરી, શુદ્ધ નિર્દોષ કંચનવત્ નિષ્કલંક આત્મસ્વરૂપને, અનંતજ્ઞાનને, જેઓએ પ્રાપ્ત કર્યું હોય, અને ફક્ત આત્મિક શુદ્ધ સચ્ચિદાનંદની લીલામાં મગ્ન બની અન્ય આત્માઓના ઉદ્ધારને માટે શુદ્ધ ઉપદેશ કર્યો હોય, તે જ પુરૂષ પરમાર્થથી પૂર્ણ સત્યસ્વરૂપે તત્વમરૂપક હોઈ શકે. એવા પુરૂષોને પરમાત્મા, વીતરાગ અને જીનેશ્વર કહેવાય. એવા પરમાત્માઓનાં જ વચન પ્રમાણિક હોય. આ રીતે શુદ્ધતા યા યથાર્થતા તે કેના પ્રરૂપેલ તત્ત્વમાં સમજવી, તેને ખ્યાલ જે ન રખાય તે વિપરીતમાગે દેરવાઈ સ. ૨
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy