SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાવદશા ઉત્પાદક કર્મ ૨૮૫ થયેલ પ્રાણી, રાગમાં અંધ બની, વિવેક બુદ્ધિથી દૂર રહે છે. શ્રેષાનલમાં દગ્ધ થઈ, સ્વાત્મભાન ભૂલી જઈ, અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયથી અભિભૂત થઈ, ક્રોધી –અહંકારી-કપટી અને લેભી બને છે. મેહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. અને ઉત્તરભેદ અઠ્ઠાવીસ છે. (૧) દર્શન મેહનીય અને (૨) ચારિત્રમેહનીય, એ બે મુખ્ય ભેદ છે. શુદ્ધશ્રદ્ધા થવારૂપ સમ્યકત્વમાં મુંઝવે તે દર્શનમેહનીય કર્મ છે. જીવાદિ સત્યતત્ત્વનું યથાસ્વરૂપે શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. તેનું આવરણ કરીને દર્શનગુણમાં મુંઝવણનું વેદન કરાવનાર તે દર્શનમોહનીયકર્મ છે. આ દર્શનમેહનીયકર્મના ઉદયથી વર્તતી આત્મદશા તે મિથ્યાત્વ –અવિદ્યા–અસત્વજ્ઞાન તરીકે ઓળખાય છે. આત્મા પિતાના શુદ્ધ ચેતનસ્વરૂપને ભૂલી, જડ એવી દેહાદિ પરવસ્તુમાં આત્મબ્રાંતિ પામ્ય, એ જ એને અનાદિ વિપર્યાસરૂપ દર્શનમોહ છે. અનિત્યમાં નિત્યતા, અશુચિમાં શુચિતા, દુઃખમાં સુખ અને જડમાં ચેતનતાની માન્યતા, એ જ બુદ્ધિની મલિનતારૂપ મિથ્યાત્વ છે. સ્વસ્વભાવમાં રમણુકરવારૂપ શુદ્ધિચારિત્રનું રેધક, નહિં. રમણકરવાગ્ય પરભાવમાં આત્માને રમણુકરાવનાર અર્થાત્ જેનાથી આત્માને દુન્યવી ઈચ્છાનિષ્ટ પદાર્થો તરફ મિત્ર કે શત્રુભાવ વતે, સ્વીકાર કે ત્યાગને ભાવ જાગે, તે કર્મને ચારિત્રમેહનીયકર્મ કહેવાય છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy