________________
સત્યની શોધ
વાર કરવા માટે ઉપયોગમાં લેવાતા તર્ક તે તર્ક નહિં પણ સ્વાર્થ પરાયણ દલીલબાજી છે.
તર્ક કરવામાં પૂર્ણ રીતે ઘડાયેલી વિવેક બુદ્ધિ ન હોય, અને માનસ જે પૂર્વગ્રહથી યુક્ત હોય, તથા પિતાનામાં અહંભાવની છાયા હોય તે એનાં પરિણામે સારાં આવે જ નહિં. માટે તર્કદ્વારા જ વસ્તુની સત્યતા પૂરવાર કરવાના સિદ્ધાન્તને પકડીને પણ બેસી ન રહેવાય. વળી આજના યુગમાં કેવળ અંધશ્રદ્ધા રાખવી પણ ન પરવડે. તે પણ સમજવું જરૂરી છે કે કેટલીક વાતો એવી હોય છે કે તેમાં એકલી તર્કબુદ્ધિ કામ આવતી નથી. એટલે જ ગીવર્ય મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજે ભગવાન શ્રી અજીત નાથજીની સ્તવના કરતાં કહ્યું છે કે –
તર્કવિચારે રે વાદ પરંપરા, પાર ન પહોચે કોય; અર્થાત્ તકૅની મદદથી માર્ગને સમજવાનો પ્રયાસ કરવા જતાં તે વાદ-વિવાદને લાંબેનેલાં તાર ફેલાવા લાગી જાય છે. તેને છેડો જ આવતું નથી.
સત્યને સમજવા માટે તે તર્ક બુદ્ધિ સાથે આંતરદ્રષ્ટિ પહેલી હોવી જોઈએ. આંતરદ્રષ્ટિને અપ્રાપ્ત મનુષ્ય, પૃથ્વી ઉપર રહીને ત્રિલેકને જીતવાના પ્રયાસ કરતે આવ્યા હોવાથી કેટલીકવાર કંઈક અંશે તેને સફલતા ભલે મળતી રહેતી હોય, પરંતુ જગતને ઈતિહાસ કહે છે કે એ સફળતાની ‘બ્રમણનું જ્ઞાન, માનવીને હંમેશાં પાછળથી થાય છે. આમ થવામાં તેને આંતરદ્રષ્ટિની પ્રાપ્તિનો અભાવ છે. બાહ્યદ્રષ્ટિ