SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૬ આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે દ્રષ્ટિ છે, તે નિશ્ચયદ્રષ્ટિ અથવા નિશ્ચયનય કહેવાય છે. અને જે દ્રષ્ટિ, વ્યવહારિક અવસ્થાને લક્ષ્યમાં રાખનારી છે, તે વ્યવહારદ્રષ્ટિ અથવા વ્યવહારનય કહેવાય છે. વ્યવહાર તે નિમિત્તકારણ છે, અને ઉપાદાનકારણ તે નિશ્ચય છે. નિશ્ચયલક્ષ્યને છોડી દઈ ને માત્ર, વ્યવહાર ઉપર જ લક્ષ્ય રાખનારા, કે વ્યવહારલક્ષ્યને છેડી દઈ ને માત્ર નિશ્ચય ઉપર જ લક્ષ્ય રાખનારા, એટલે કે બન્નેમાંથી કોઇ એક લક્ષ્યના નિષેધ કરનાર મિથ્યાત્વી કહેવાય છે. કહ્યુ` છે કે ઃ— जइ जिणमयं जवज़्ज़ह, ताम। ववहारनिच्छएमुयह । एकेण विणा तित्थं, छिज़्ज़इ अन्नेण ओतच्च ॥ અર્થાતૃ-જીવાએ સમજવું જોઇએ કે જો તેઓ જિનમતને અંગીકાર કરવા ચાહતા હૈ। તે વ્યવહાર અને નિશ્ચયમાંથી તેઓએ એકેયના ત્યાગ કરવા જોઈ એ નહિ, વ્યવહારને અનુસાર પ્રવૃત્તિ કરવી જોઈ એ, અને નિશ્ચયને અનુસાર શ્રદ્ધા કરવી જોઇએ. વ્યવહારનું ઉત્થાપન કરવાથી તીને— શાસનના જ ઉચ્છેદ થાય છે. વ્યવહારનય વિના કેવળ નિશ્ચયનયથી કેટલાક જીવા સત્પંથથી પતિત બની ગયા છે. તથા એકાન્ત વ્યવહારનયથી પણ અનેક જીવ, પથભ્રષ્ટ થઈ ચૂકયા છે. એમ શ્રી જિનેશ્વર દેવેાએ ક્રમાવ્યું છે. જેકે વ્યવહારનય અને નિશ્ચયનયને ગૌણ–પ્રધાન અનાવી પ્રવૃત્તિ કરવાથી વસ્તુતત્ત્વના યથાર્થ ખાધ થઈ શકે છે, અર્થાત્ જ્યારે વ્યવહારની પ્રધાનતા હાય ત્યારે નિશ્ચયની
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy