________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
આરોપી ગુન્હેગાર છે, આરોપી ગુન્હેગાર નથી, અને ચૂકાદા વિષે કંઈ કહેવાય નહિ.”
આ સાતે ભિન્નભિન્ન દ્રષ્ટિબિન્દુઓ, નામદાર ન્યાયાધીશ સમક્ષ નોંધાયા છે. રજુ થયાં છે. એ સાતે ભેગા થઈને જે સળંગચિત્ર રજુ કરે છે, તે તેઓ સાહેબ પાસે પડેલું છે. એ દરેક અભિપ્રાયને ભિન્ન ભિન્ન રીતે તથા એ સાતેને એકઠા કરીને નામદાર ન્યાયાધીશ સાહેબ કેસ અંગેની વિચારણું કરીને પછી જ ચૂકાદો આપશે.
આરોપીના વકીલે પિતાને કેસ, સ્યાદ્વાદશૈલીને લક્ષ્યમાં રાખીને અને સ્થાપિત કાયદા કાનુનીને બરાબર સમજી–સમજાવીને રજુ કર્યો છે. ક્ષેત્ર-કાળ–અને ભાવની અપેક્ષા જોતાં આરોપી નિર્દોષ જ છે. એવી સંગીન અસર, ન્યાયાધીશ ઉપર તેઓ પાડી શક્યા છે. જે સ્થળે ચોરી થઈ છે, તે સ્થળે આરોપી હતે જ નહિ. જે સમયે ચોરી થયાનું કહેવામાં આવે છે તે સમયે તે આરોપી અન્ય સ્થળે હોવાના સંગીન અને વિશ્વાસપાત્ર પુરાવાઓ તેમણે કેર્ટમાં રજુ કર્યા છે. આ બધું જોઈને પૂરતી વિચારણા કર્યા પછી “આરોપી નિર્દોષ” છે, એ ચૂકાદો ન્યાયાધીશ સાહેબ સંભળાવી દે છે. આરોપી છૂટી જાય છે. વકીલને સફલતા. મળે છે. સ્યાદ્વાર પદ્ધત્તિને વિજય થાય છે.
આ રીતે સ્યાદ્વાદની સમજણ મેળવવા માટે અને તેનું સફળ અનુસરણ કરવા માટે મધ્યસ્થવૃત્તિ, અતિનિપુણ