________________
યથાર્થ તત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન
૧૭૭ પ્રગટ થશે. પૂર્વ મહર્ષિઓએ આ રીતે સત્યાસત્યની પરીક્ષા કર્યાબાદ, શ્રી જિનદર્શન પ્રત્યે ભવભવ પ્રશસ્તરાગી બની રહેવાની અભ્યર્થના કરતાં કહ્યું છે કે –
विषयानुबन्धबन्धुरमन्यन्न, किमप्यतः फलंयाचे।
किन्त्वैकमिह जन्मनि, जिनमतरागं परत्राऽपि ॥
અર્થ-હે પ્રભો ! આ પ્રયાસના ફલ તરીકે વિષયસુખની પરંપરાથી સુંદર એવું કાંઈપણ હું યાચતું નથી. પરંતુ આ જન્મમાં તેમજ જન્માંતરમાં જિનદર્શન તરફને પ્રશસ્તરાગ બળે રહે, એ માત્ર એક જ અભ્યર્થના છે. (ન્યાયાલેક–પ્રશસ્તિ પૂ. ન્યા. ન્યા. ઉ. શ્રી યશોવિજ્યજી મહારાજે) વળી પણ કહ્યું છે કે –
कत्थ अम्हारिसा पाणी, दूसमा दोस दूसिया ।
हा अणाहा कहं हुन्ता, न हुन्तो जइ जिणागमे ॥
અર્થ–જે જિનાગમ ન હોત, આ દુષમકાળમાં જન્મેલેવાવાળા એવા અમારી શું ગતિ થાત? (આચાર્ય શ્રી હરિભદ્રસૂરીજી મહારાજ ). આવા મહાપુરૂષોએ જૈન દર્શન નની જે મહત્તા સ્વીકારી છે, તેના કારણમાં તેઓને યુક્તિમદ વચન શ્રી જિનેશ્વર દેવનું જ લાગ્યું છે. આ વાતની પ્રતીતિ, તેમણે દર્શાવેલ નીચેનાકલેકથી સ્પષ્ટ થાય છે.
पक्षपातो न मे वीरे, न द्वेष कपिलादिषु ।
युक्तिमद् वचनं यस्य, तस्य कार्य: परिग्रहः વળી સમર્થવાદી આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે અગ-વ્યવરછેદ કાત્રિશિકામાં કહ્યું છે કે –
૧૨