________________
૧૬ર
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે એ દર્શને, અન્ય નયવાદી દર્શનેને ખોટાં જ ઠરાવીને પિતે સાચાં ઠરવા માંગે છે. અને ત્યાં જ એ ભૂલ કરે છે. એકાંત એવા કઈ પણ પ્રકારના નયવાદને નયાભાસ જણાવી, શ્રી જૈનદર્શને કઈ પણ કાળે તે એકાંતવાદીને સત્ય માન્યું જ નથી. છતાં ભૂલવા જેવું નથી કે શ્રી જૈનશાસન, દરેકે દરેક નયવાદને પિતાપિતાના સ્થાને સ્યાદ્વાદ દ્રષ્ટિથી સત્યતરીકે ગ્રહણ કરે છે. અને એ રીતે અન્યદર્શને દ્વારા વિવિધ નયની અપેક્ષાએ કહેવાએલી આત્માની નિત્યતા અને અનિત્યતા, એકતા અને અનેકતા, ભિન્નત્તા, અને અભિન્નતા, અસ્તિતા અને નાસ્તિતા, સત્ય અને અસત, તત્ અને અતત આદિને તિરસ્કાર નહિં કરતાં જૈનદર્શને તેને યુક્તિયુક્ત અર્થ તારવીને તે નિત્યતા અને અનિત્યતા આદિ વિરૂદ્ધભાવને પણ સત્યતાના રૂપમાં ગોઠવ્યા છે. માટે જ જૈનદર્શન તે સ્યાદ્વાર દર્શન છે. આથી જ જૈનશાસન સર્વોપરિતા ભગવે છે. ઉપરોક્ત પરસ્પર વિરૂદ્ધભાવે, એક સમયે એકી સાથે અપેક્ષાપૂર્વક ઘટાવી દરેક દર્શને જૈનદર્શને સમન્વય કર્યો છે. માણસ પતે એકાંત યા નિરપેક્ષ માન્યતાથી મુક્ત બની, પરસ્પર વિપરીત જણાતા વસ્તુ સ્વરૂપના ભાવને સાપેક્ષ માન્યતાપૂર્વક ગ્રાહ્ય કરવાની દ્રષ્ટિ વાળ બને, તે તે વિપરીતભાનું પણ અસ્તિત્વ, એકી સાથે આત્મામાં હોઈ શકવાનું, બહુ જ સરળતાથી સમજી શકે છે. એ રીતે તેને સ્વીકાર કરી દરેક દર્શનકારેની ભિન્નભિન્ન દેખાતી માન્યતાને પણ જૈનદર્શન આવકારતું હેવાથી અર્થાત પિતાનામાં સમાવી લેતું હોવાથી ગીવર્ય