________________
૧પ૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મના સંપૂર્ણક્ષયે, સાધ્યની પૂર્ણતા છે. એ ચારનાક્ષ, અનંતજ્ઞાન–અનંતદર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્ય, એ ચારગુણ ક્ષાયિકભાવે પ્રગટ થયા બાદ અક્ષયસ્થિતિ-અરૂપીપણું–અવ્યાબાધ અને અગુરુલઘુની અપ્રાપ્તિમાં પણ સાધકની સાધ્યતા, સમભિરૂઢનયે કરીને પૂર્ણરૂપે છે. કારણ કે પ્રથમ કહેલ ચાર ગુણના પ્રગટપણાથી, પાછળ કહેલા ચારગુણે તે અવશ્ય પ્રગટ થવાના જ છે.
- ચાર ઘાતી કર્મના ક્ષયે કરી સાધકની સાધ્યતાને સમભિરૂઢીયે પૂર્ણરૂપે કહેવા છતાં પણ અવશ્ય નાશ હોવાવાળાં વેદનીય-આયુ–નામ અને ગોત્ર, એ ચારેના ક્ષયે, સિદ્ધના સંપૂર્ણ આઠગુણેની પ્રાપ્તિ થવા બાદ જ એવંભૂતનયથી સિદ્ધત્વ છે.
આ સાતનયથી ભિન્ન ભિન્ન સ્વરૂપે આત્મા અને આત્મસિદ્ધિની સાધના કહેવામાં કથનકારની દ્રષ્ટિ અનુક્રમે (૧) નિરાવરણ આત્મ પ્રદેશ પ્રત્યે (૨) સતાગત આત્મગુણ પ્રત્યે (૩) જીવની બાહ્યસાધક પ્રવૃત્તિપ્રત્યે (૪) આંતરિક પરિણામેના પરિવર્તન પ્રત્યે (૫) લાપશમિક અને ક્ષાયિકભાવ પ્રત્યે (૬) ચાર ઘાતિકર્મ રહિત આત્મ દશા પ્રત્યે અને (૭) સંપૂર્ણ કર્મક્ષય થવાથી પ્રાપ્ત થતા આત્મગુણની પરિપુર્ણતા પ્રત્યે છે. અથવા તે પહેલા ત્રણ નયની દ્રષ્ટિ, આત્મદ્રવ્ય પરત્વે, અને છેલ્લા ચાર નયની દ્રષ્ટિ, આત્મદ્રવ્યના પર્યાય પરત્વે